Breaking News : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી T20 મેચ કેટલા વાગ્યે શરૂ થશે ? સમય નોંધી લો બાકી અડધી મેચ પુરી થઈ જશે
ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ T20 સીરિઝ 22 ઓક્ટોબરથી શરૂ થશે. પાંચ મેચની સીરિઝની પહેલો મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. ભારતીય સમય અનુસાર પ્રથમ મેચ કયા સમયે શરૂ થશે. તે જાણવાનું ભૂલશો નહીં, નહીં તો તમે તમારી મેચ ચૂકી શકો છો.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝ શરુ થઈ રહી છે. આ દરમિયાન ટી20,વનડે અને ટેસ્ટ મેચ રમાશે. પરંતુ શરુઆત ટી20 ઈન્ટરનેશનલ મેચની સીરિઝ થશે. સીરિઝની પહેલી મેચ 22 ઓક્ટોમ્બર બુધવારના રોજ રમાશે. આ માટે બંને ટીમ પોતાની તૈયારીમાં લાગી ગઈ છે.

પાંચ મેચની સીરિઝની પહેલી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. સીરિઝ ન્યુઝીલેન્ડમાં રમાશે. તો જાણી લો ભારતીય સમયઅનુસાર કેટલા વાગ્યે મેચ શરુ થશે. ભારત અને ન્યુઝીલેન્ડના સમયમાં ખુબ અંતર છે.

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડ પહોંચી ગઈ છે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરના સાડા 12 કલાકે શરુ થશે. અડધા કલાક પહેલા બપોરના 12 વાગ્યે ટોસ થશે. ન્યુઝીલેન્ડમાં આ મેચ સાંજે 8 વાગ્યે શરુ થશે.

ન્યુઝીલેન્ડના સમય મુજબ સાંજે મેચ રમાશે. જ્યારે ભારતીય સમય અનુસાર આ મેચ બપોરના 12 વાગ્યાથી શરુ થશે. જો આખી 20 ઓવરની મેચ રમાઈ છે. તો આ મેચ ભારતીય સમયઅનુસાર 4 વાગ્યે પૂર્ણ થશે.

ટીમ ઈન્ડિયા માટે આ સીરિઝ ખુબ મહત્વની રહેવાની છે. ભારતની પિચથી આ પિચ ખુબ અલગ હોય છે. સાથે ટીમને વધારે પ્રેક્ટિસ કરવાનો સમય મળ્યો નથી.

ફક્ત બેટ્સમેનોની જ નહીં, પણ બોલરોની પણ કસોટી થશે. ન્યુઝીલેન્ડે ઘરઆંગણે સતત સારું પ્રદર્શન કર્યું છે, તેથી ન્યુઝીલેન્ડની ટીમને હરાવવી સરળ રહેશે નહીં.

ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ સીરિઝ પહેલા કેપ્ટન શ્રેયસ ઐયરે મીડિયા સાથે વાત કરી અને પોતાના વિચારો વ્યક્ત કર્યા. એક પ્રશ્નના જવાબમાં શ્રેયસે કહ્યું કે વૈભવને યોગ્ય સમયે ચોક્કસ તકો મળશે.(ALL Photo: PTI)
IND-W vs ZIM-W : ભારતે 92 રનથી મેચ જીતી, ઝિમ્બાબ્વેને 3-0થી ક્લીન સ્વીપ કર્યું અહી ક્લિક કરો
