31 ઓક્ટોબરથી બદલાશે આ 4 રાશિઓનું ભાગ્ય, ગુરુનું સિંહ રાશિમાં ગોચર લાવશે સુખ-સમૃદ્ધિનો ‘મહાયોગ’
જો તમે પણ કરિયરમાં પ્રગતિ અને જીવનમાં સુખ-સમૃદ્ધિની રાહ જોઈ રહ્યા છો, તો 31 ઓક્ટોબરનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. આ દિવસે બપોરે 12:50 વાગ્યે 'ગુરુ ગ્રહ' સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુનું આ મહાગોચર 4 ખાસ રાશિઓ માટે વરદાન સાબિત થશે.

જ્યોતિષ શાસ્ત્રમાં જ્ઞાન, વૈભવ અને સુખ-સમૃદ્ધિના કારક ગણાતા 'ગુરુ ગ્રહ' ટૂંક સમયમાં જ પોતાનું રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. 31 ઓક્ટોબર 2026ના રોજ બપોરે 12:50 વાગ્યે 'ગુરુ' સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 25 જાન્યુઆરી સુધી આ જ રાશિમાં બિરાજમાન રહેશે.

ગુરુનું આ મહાગોચર ખાસ કરીને 4 રાશિઓ માટે વરદાન સમાન સાબિત થવાનું છે. આ રાશિના જાતકોને કરિયર, બિઝનેસ, લવ લાઈફ અને આર્થિક સ્થિતિમાં અણધાર્યો લાભ મળશે.

જ્યોતિષ અનુસાર, આ રાશિઓને કરિયરથી લઈને લવ લાઈફ સુધીમાં સારા પરિણામો જોવા મળશે. એટલું જ નહીં, આ ગોચર આ રાશિવાળાના ધન-ધાન્યમાં પણ વૃદ્ધિ કરશે.

મેષ રાશિવાળા માટે ગુરુનું ગોચર ખૂબ જ લાભકારી સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. કરિયર-કારોબારમાં લાભ પ્રાપ્ત કરવાની ઘણી શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે. તમારું નસીબ ખૂબ જ મજબૂત રહેશે, જેથી તમને કાર્યોમાં સફળતા મળશે. આવકના નવા સ્ત્રોતોનો વિકાસ થશે. અચાનકથી ધન લાભના રસ્તા ખુલી જશે.

સિંહ રાશિવાળા માટે ગુરુનું ગોચર વરદાન સાબિત થશે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. નોકરિયાત વર્ગને નવી નોકરીની ઓફર આવી શકે છે. બિઝનેસમાં સારો લાભ મળવાના સંકેતો છે. તમારી સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. પ્રમોશનના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં નવા-નવા પ્રકારના સંપર્કોનો લાભ મળશે. કોઈ જૂના રોકાણથી બમ્પર લાભ પ્રાપ્ત થવાની અપેક્ષા રહેશે.

વૃશ્ચિક રાશિના જાતકોને ધન લાભ થશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશનના સંકેતો મળી રહ્યા છે. નવી યોજનાઓથી સારું ધન કમાવામાં સફળ રહેશે. આવકમાં વધારો થઈ શકે છે. ઘણા માધ્યમોથી ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.

ધન રાશિવાળા માટે ગુરુનું ગોચર શુભ સાબિત થશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. અચાનકથી ધન પ્રાપ્તિના યોગ બનશે. કોઈ કામમાં મોટી સફળતા મળી શકે છે. અટકેલા કામ પૂરા થશે અને મકાન કે વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. બિઝનેસવાળાની મોજ રહેશે. કોઈ નફાની ડીલ હાથ લાગી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. TV9 Gujarati આમાંથી એક પણ વાતની સત્યતાનો દાવો કે પ્રમાણ આપતું નથી.)
Ketu Transit 2026 : આગામી 55 દિવસમાં આ 5 રાશિઓનું ચમકી શકે છે ભાગ્ય ! કેતુના ગોચરથી ધનલાભના સંકેત
