Gold Silver Price Today : જાણો ગુજરાતના પાડોશી રાજ્યમાં સોનાના ભાવમાં ઘટાડો થયો કે વધારો ?
સોના અને ચાંદીના સ્થાનિક ભાવ સ્થાનિક અને વૈશ્વિક બંને પરિબળોથી પ્રભાવિત થાય છે. આ વર્ષે જાન્યુઆરીમાં સોનાનો વૈશ્વિક ભાવ 5,594.82 પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ગુજરાતના પાડોશી રાજ્યમાં સોનાના ભાવમાં ઘટાડો થયો કે વધારો જાણો.

21 ઓક્ટોબરે દેશભરમાં સોનાના ભાવ ઘટ્યા હતા. વિવિધ શહેરોમાં 24 અને 22 કેરેટ સોનાના ભાવ ઘટ્યા હતા. સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10ગ્રામ 1,46,220.00 હતો.

મુંબઈમાં ભાવ પ્રતિ 10 ગ્રામ 1,46,070.00 હતો. રોકાણકારો આગામી સપ્તાહે યુએસ ફેડરલ રિઝર્વના નીતિગત નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ બેઠક 27-28 ઓક્ટોબરના રોજ છે.આ વર્ષે જાન્યુઆરીમાં સોનાનો વૈશ્વિક ભાવ 5,594.82 પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

ભારતમાં તહેવારો અને લગ્નની સીઝન સ્થાનિક ભાવોને ટેકો આપી શકે છે, જોકે ઊંચા ભાવ ગ્રાહકો દ્વારા ખરીદવામાં આવતા ઘરેણાંની સંખ્યામાં ઘટાડો કરી શકે છે.

આજે મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 પ્રતિ ગ્રામ 1,46, 070.00 તેમજ 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 1,33,900.00 અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 1,09,0,550.00 છે.

દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1,46,220.00 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,34,040.00 છે. તેમજ 18 કેરેટ સોનાનો ભાવ 1,09,670.00 છે.

હાલમાં, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,34,900 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,47,160 છે. પુણે અને બેંગ્લોર આ 2 શહેરોમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,46,070 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,33,900 રૂપિયા છે.

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | canva)
સોનું એ કિંમતી ધાતુ છે જેનો ઉપયોગ આભૂષણો અને સિક્કા બનાવવા માટે થાય છે. એ જ રીતે, ચાંદી પણ એક કિંમતી ધાતુ છે. અહી ક્લિક કરો
