ત્વચા પર ગ્લો લાવવા માગો છો ? પાણીમાં આ વસ્તુ મિક્સ કરીને પીવાથી થશે અઢળક ફાયદો
ત્વચા પર ગ્લો લાવવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. તેમજ બજારમાં મળતી પ્રોડક્ટનો પણ ઉપયોગ કરીએ છીએ.પરંતુ આજે અમે તમને એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેમાં તમે રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનું સેવન કરી ત્વચા પર નિખાર લાવી શકો છો. આ ઉપરાંત પિમ્પલ્સ જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.

દરરોજ સવારે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ ઉમેરી પાણી પીવાથી ડિટોક્સ વોટર તૈયાર થાય છે. જેથી શરીરમાં વિટામીન સી મળે છે. જેના પગલે ત્વચામાં કોલેજનનું ઉત્પાદન વધારે થાય છે.

તમે એક બોટલ પાણીમાં કાકડીના ટુકડા મિક્સ કરી તે પાણી પીવાથી શરીરને હાઇડ્રેશન મળે છે, જેનાથી ડ્રાય સ્કિનની સમસ્યા પણ દૂર થાય છે. આ પાણી પીવાથી ચહેરો ચમકતો રહે છે. આ પાણી તમે ઓફિસમાં પણ લઈ જઈ શકો છો.

એપલ સાઇડર વિનેગરનું પાણી બનાવવા માટે, એક ગ્લાસ પાણીમાં 2 ચમચી એપલ સાઇડર વિનેગર અને એક ચમચી મધ મિક્સ કરો. જો આ પાણી રોજ પીવામાં આવે તો ચહેરા પર ખીલ અને ફોલ્લાઓની સમસ્યા દૂર થાય છે.

એક લીટર પાણીમાં નારંગી કાપીને મિક્સ કરો. આ ઉપરાંત આદુનો ટુકડો પીસીને તેમાં નાખી શકો છો. આ પાણી તમે વૈકલ્પિક દિવસો અથવા તો નિયમિત રુપે પણ પીવાનું શરુ કરી શકો છો.

હળદરનું પાણી પીવાથી ત્વચાને ચમકદાર બનાવી શકાય છે. આ પાણી તૈયાર કરવા માટે 2 થી 3 કપ પાણી લો અને તેમાં સમારેલી કાચી હળદર નાખો. હવે આ પાણીમાં 2 થી 3 ચમચી લીંબુનો રસ ઉમેરો અને સ્વાદ અનુસાર થોડું મધ ઉમેરો.આ પાણીનું સેવન કરવાથી ત્વચા ચમકવા લાગે છે.
