વધારે લસણ ખાવાથી હાર્ટ બર્ન અને લો બ્લડ પ્રેશરનું જોખમ વધે છે! જાણો દરરોજ કેટલું ખાવું
Garlic Side Effects : ભારતીય રસોડામાં હાજર રહેલા લસણનો સૌથી વધુ ઉપયોગ વઘાર કરવાની વાનગી માટે થાય છે. લસણની પ્રકૃતિ ગરમ છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. પરંતુ વધુ પડતું લસણ પણ ખતરનાક બની શકે છે.

સદીઓથી ભારતીય રસોડામાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે. લસણ ન માત્ર આપણા ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ તેનો ઉપયોગ ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ થાય છે. આયુર્વેદ અનુસાર લસણનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે. અલબત્ત લસણ ભલે સ્વાદિષ્ટ હોય કે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય, પરંતુ તેના ગેરફાયદા પણ છે.

લો બ્લડ પ્રેશર : હાઈ બ્લડ કંટ્રોલમાં રાખવા માટે કાચું લસણ ખાવું ફાયદાકારક છે. પરંતુ જો તમે તેને લાંબા સમય સુધી દરરોજ ખાશો તો બ્લડ પ્રેશર લો થવાનો ડર રહે છે. આ કારણે તમને ચક્કર આવવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. તેથી કાચા લસણને મર્યાદિત માત્રામાં જ ખાઓ.

પાચન : આયુર્વેદ અનુસાર લસણનો ગુણ ગરમ છે. આ જ કારણ છે કે વધુ માત્રામાં લસણ ખાવાથી તમને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આના કારણે કબજિયાત, ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યા પણ થઈ શકે છે.

હાર્ટ બર્ન : લસણ પ્રકૃતિમાં ગરમ હોવાથી તેને ખાવાથી પેટમાં એસિડિટીની સમસ્યા વધી શકે છે. આ સિવાય જે લોકોને પહેલાથી જ ગેસની સમસ્યા હોય તેમણે લસણ ન ખાવું જોઈએ. જેના કારણે હાર્ટ બર્નની સમસ્યા થઈ શકે છે.

બ્લીડિંગ : વધુ પડતું કાચું લસણ ખાવાથી આપણું લોહી પાતળું થાય છે. લસણમાં એવા તત્વો હોય છે જે લોહીને પાતળું કરે છે. જો તમે આવી દવાઓ લેતા હોવ તો સારું રહેશે કે કાચું લસણ ન ખાવું.

લસણ કેટલું ખાવું : રોજ લસણની એક કે બે કળી ખાવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ આના કરતાં વધુ લસણ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
