AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદેશ પ્રવાસનો પ્લાન કરી રહ્યા છો? વિઝા-ફ્રી મુસાફરી માટેના આ 56 દેશમાં ગુજરાતીઓએ જરૂરથી ફરવું જોઈએ

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારત 80 મા સ્થાને પહોંચી ગયું છે, જે અલ્જેરિયા સાથે સમાન છે. ગયા વર્ષે 85 મા સ્થાનેથી આ ઉછાળો રાજદ્વારી પહોંચ (Diplomatic Access) અને આંતરરાષ્ટ્રીય મુસાફરીની તકના વિસ્તરણમાં સતત પ્રગતિ દર્શાવે છે.

વિદેશ પ્રવાસનો પ્લાન કરી રહ્યા છો? વિઝા-ફ્રી મુસાફરી માટેના આ 56 દેશમાં ગુજરાતીઓએ જરૂરથી ફરવું જોઈએ
| Updated on: Jan 14, 2026 | 8:38 PM
Share

ભારતીય પ્રવાસીઓને કેટલાક પડોશી દેશોની તુલનામાં વધુ સ્વતંત્રતા મળે છે, જે તેમને આંતરરાષ્ટ્રીય મુસાફરી, નવી સંસ્કૃતિઓ જાણવા અને શોર્ટ-ટર્મ વર્ક કે અભ્યાસ માટે વિદેશમાં જવાની તક આપે છે.

ભારતીય પાસપોર્ટ ધારકોને હવે એશિયા, આફ્રિકા, ઓશનિયા, અમેરિકા અને કેરેબિયન જેવા દેશોમાં મુસાફરી કરવાની તક મળી રહી છે. પડોશી દેશોની તુલનામાં, ભારતીયો હવે વધુ વિઝા-ફ્રી અને વિઝા-ઓન-અરાઈવલ (VOA) સ્થળોની મુલાકાત લઈ શકે છે, જેનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ પહેલા કરતા વધુ સરળ અને સુલભ બન્યો છે.

ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા-ફ્રી દેશોની સુવિધા ખરેખર ઉત્તમ છે. આનાથી અગાઉથી મંજૂરી મેળવવાની લાંબી પ્રક્રિયા વગર જ અચાનક પ્લાન કરેલ ટ્રિપ, ફેમિલી હોલિડે અથવા બિઝનેસ વિઝિટ શક્ય બને છે.

  • એશિયા અને પેસિફિક: ભૂટાન, નેપાળ, મલેશિયા, થાઇલેન્ડ, મોરેશિયસ, ફીજી
  • કેરેબિયન: બાર્બાડોસ, ડોમિનિકા, ગ્રેનાડા, જમૈકા

આ સુવિધા હેઠળ પ્રવાસીઓ બે અઠવાડિયાથી લઈને કેટલાક મહિનાઓ સુધી રહી શકે છે. આ સુવિધા પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિને નજીકથી જાણવાની અને લાંબી રજાઓ માણવાની તક આપે છે.

લોકપ્રિય સ્થળોમાં કયા-કયા દેશ છે?

લોકપ્રિય સ્થળોમાં કંબોડિયા, ઇન્ડોનેશિયા, કેન્યા, માલદીવ્સ અને શ્રીલંકા સાથે આફ્રિકન, મધ્ય પૂર્વીય અને પેસિફિક ટાપુઓનો સમાવેશ થાય છે. એન્ટ્રીના નિયમો અને રહેવાની મર્યાદા અલગ-અલગ હોય છે, તેથી પ્રવાસ કરતા પહેલા નવીનતમ જરૂરિયાતો તપાસી લેવી મહત્વપૂર્ણ છે.

સિંગાપોર 192 દેશમાં વિઝા-ફ્રી એક્સેસ સાથે વિશ્વમાં પ્રથમ ક્રમે છે, ત્યારબાદ જાપાન અને દક્ષિણ કોરિયા (188) આવે છે. યુરોપિયન દેશો ટોચના સ્થાનો પર પ્રભુત્વ ધરાવે છે. UAE (5મું), ન્યુઝીલેન્ડ (6ઠ્ઠું), ઓસ્ટ્રેલિયા (7મું), કેનેડા (8મું) અને મલેશિયા (9મું) જેવા દેશો વૈશ્વિક પ્રવાસની વધતી તકો દર્શાવે છે.

વિઝા-ફ્રી મુસાફરી માટેના મુખ્ય દેશો

એંગોલા, બાર્બાડોસ, ભૂતાન, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ, કૂક આઇલેન્ડ્સ, ડોમિનિકા, ફિજી, ગ્રેનાડા, હૈતી, જમૈકા, કઝાકિસ્તાન, કિરીબાતી, મકાઉ (SAR ચીન), મલેશિયા, મોરેશિયસ, માઇક્રોનેશિયા, મોન્ટસેરાત, નેપાળ, નિયુ, રવાન્ડા, સેનેગલ, સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનેડાઇન્સ, થાઈલેન્ડ, ત્રિનિદાદ અને ટોબેગો, વનુઆતુ

વિઝા-ઓન-અરાઈવલ – ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ETA)

બુરુંડી, કંબોડિયા, કેપ વર્ડે આઇલેન્ડ્સ, જિબૂટી, ઇથોપિયા, ગિની-બિસાઉ, ઇન્ડોનેશિયા, જોર્ડન, કેન્યા, લાઓસ, મેડાગાસ્કર, માલદીવ્સ, માર્શલ આઇલેન્ડ્સ, મંગોલિયા, મોઝામ્બિક, મ્યાનમાર, ફિલિપાઇન્સ, પલાઉ આઇલેન્ડ્સ, કતાર, સમોઆ, સેશેલ્સ, સિએરા લિયોન, સોમાલિયા, શ્રીલંકા, સેન્ટ કિટ્સ અને નેવિસ, સેન્ટ લ્યુસિયા, તાન્ઝાનિયા, તિમોર-લેસ્તે, તુવાલુ, ઝિમ્બાબ્વે

શું તમે આ વર્ષે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો? તમારી બકેટ લિસ્ટમાં આ દેશોનું નામ જોડી લો

  1. એંગોલા (વિઝા-ફ્રી)
  2. બાર્બાડોસ (વિઝા-ફ્રી)
  3. ભૂતાન (વિઝા-ફ્રી)
  4. બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ (વિઝા-ફ્રી)
  5. બુરુંડી (વિઝા-ઓન-અરાઈવલ)
  6. કંબોડિયા (વિઝા-ઓન-અરાઈવલ)
  7. કેપ વર્ડે આઇલેન્ડ્સ (વિઝા-ઓન-અરાઈવલ)
  8. કોમોરો આઇલેન્ડ્સ (વિઝા-ઓન-અરાઈવલ)
  9. કૂક આઇલેન્ડ્સ (વિઝા-ફ્રી)
  10. જિબૂટી (વિઝા-ઓન-અરાઈવલ)
  11. ડોમિનિકા (વિઝા-ફ્રી)
  12. ઇથોપિયા (વિઝા-ઓન-અરાઈવલ)
  13. ફિજી (વિઝા-ફ્રી)
  14. ગ્રેનાડા (વિઝા-ફ્રી)
  15. ગિની-બિસાઉ (વિઝા-ઓન-અરાઈવલ)
  16. હૈતી (વિઝા-ફ્રી)
  17. ઇન્ડોનેશિયા (વિઝા-ઓન-અરાઈવલ)
  18. જમૈકા (વિઝા-ફ્રી)
  19. જોર્ડન (વિઝા-ઓન-અરાઈવલ)
  20. કઝાકિસ્તાન (વિઝા-ફ્રી)
  21. કેન્યા (ETA જરૂરી)
  22. કિરીબાતી (વિઝા-ફ્રી)
  23. લાઓસ (વિઝા-ઓન-અરાઈવલ)
  24. મકાઉ (SAR ચીન, વિઝા-ફ્રી)
  25. મેડાગાસ્કર (વિઝા-ઓન-અરાઈવલ)
  26. મલેશિયા (વિઝા-ફ્રી)
  27. માલદીવ્સ (વિઝા-ઓન-અરાઈવલ)
  28. માર્શલ આઇલેન્ડ્સ (વિઝા-ઓન-અરાઈવલ)
  29. મોરેશિયસ (વિઝા-ફ્રી)
  30. માઇક્રોનેશિયા (વિઝા-ફ્રી)
  31. મંગોલિયા (વિઝા-ઓન-અરાઈવલ)
  32. મોન્ટસેરાત (વિઝા-ફ્રી)
  33. મોઝામ્બિક (વિઝા-ઓન-અરાઈવલ)
  34. મ્યાનમાર (ETA)
  35. નેપાળ (વિઝા-ફ્રી)
  36. નિયુ (વિઝા-ફ્રી)
  37. ફિલિપાઇન્સ (વિઝા-ઓન-અરાઈવલ)
  38. પલાઉ આઇલેન્ડ્સ (વિઝા-ઓન-અરાઈવલ)
  39. કતાર (વિઝા-ઓન-અરાઈવલ)
  40. રવાન્ડા (વિઝા-ફ્રી)
  41. સમોઆ (વિઝા-ઓન-અરાઈવલ)
  42. સેનેગલ (વિઝા-ફ્રી)
  43. સેશેલ્સ (ETA)
  44. સિએરા લિયોન (વિઝા-ઓન-અરાઈવલ)
  45. સોમાલિયા (વિઝા-ઓન-અરાઈવલ)
  46. શ્રીલંકા (વિઝા-ઓન-અરાઈવલ)
  47. સેન્ટ કિટ્સ અને નેવિસ (ETA)
  48. સેન્ટ લ્યુસિયા (વિઝા-ઓન-અરાઈવલ)
  49. સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનેડાઇન્સ (વિઝા-ફ્રી)
  50. તાન્ઝાનિયા (વિઝા-ઓન-અરાઈવલ)
  51. થાઈલેન્ડ (વિઝા-ફ્રી)
  52. તિમોર-લેસ્તે (વિઝા-ઓન-અરાઈવલ)
  53. ત્રિનિદાદ અને ટોબેગો (વિઝા-ફ્રી)
  54. તુવાલુ (વિઝા-ઓન-અરાઈવલ)
  55. વનુઆતુ (વિઝા-ફ્રી)
  56. ઝિમ્બાબ્વે (વિઝા-ઓન-અરાઈવલ)

આ પણ વાંચો: Travel Tips : ભારતીયો માટે કયો દેશ સૌથી સસ્તો ? માત્ર 50,000 રૂપિયામાં વિદેશ પ્રવાસ કરી શકો

Follow Us
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
g clip-path="url(#clip0_868_265)">