ઈમરજન્સી બ્રેક, પ્લાસ્ટિક કવર કે ડ્રાઈવરની ભૂલ? ઝારખંડમાં ટ્રેન દુર્ઘટના થવાનું કારણ શું

ઝારખંડના ચક્રધરપુરમાં આજે મંગળવારે હાવડાથી મુંબઈ જઈ રહેલી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતના પગલે, સાઉથ ઈસ્ટર્ન રેલવેના ટાટાનગર-ચક્રધરપુર સેક્શન પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. ઘણી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2024 | 4:54 PM
ઝારખંડના રાજખારસાવન અને બડાબામ્બો સ્ટેશન વચ્ચે રેલવે એકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને 40 મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. દુર્ઘટનામાં સામેલ ટ્રેનના લોકો પાયલટને ત્રણ વખત શ્રેષ્ઠ ડ્રાઈવરનો એવોર્ડ મળ્યો છે.

1 / 6
ઝારખંડના ચક્રધરપુરમાં મંગળવારે હાવડાથી મુંબઈ જઈ રહેલી પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત અંગે પ્રથમ કારણ સામે આવી રહ્યું છે તે છે ટ્રેનના લોકો પાઇલટ દ્વારા ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવી હતી.

2 / 6
જ્યાં ટ્રેન દુર્ઘટના ઘટી હતી ત્યાં ગુડ્સ ટ્રેનના વેગન પહેલેથી જ ઉભા હતા. વેગન સંપૂર્ણપણે પ્લાસ્ટિકથી ઢંકાયેલી હતી. રેલવે પાસેથી મળેલી માહિતી મુજબ, જોરદાર પવનને કારણે વેગન પરનું પ્લાસ્ટિકનું કવર અચાનક ઉડી ગયું હતું. પ્લાસ્ટિકનું કવર ઊડીને હાવડા-મુંબઈ મેઈલના એન્જિન પર પડ્યું. જેના કારણે હાવડા-મુંબઈ મેઈલના એન્જિનના કાચ સંપૂર્ણ ઢંકાઈ ગયા હતા. એકાએક લોકો પાયલોટની સામે અંધકાર છવાઈ ગયો. ટ્રેનના એન્જિનમાં લગાવવામાં આવેલી બાહ્ય મુખ્ય લાઇટને પણ આવરી લેવામાં આવી હતી. લોકો પાયલોટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. તે સમયે આ ટ્રેનની ઝડપ લગભગ 30 કિલોમીટર પ્રતિ કલાક હતી.

3 / 6
આ અકસ્માત રાજખારસાવન અને બડાબામ્બો સ્ટેશન વચ્ચે થયો હતો. ટ્રેન નંબર 12810 હાવડા મુંબઈ મેલમાં LHB કોચ જોડવામાં આવ્યો હતો. આ પ્રકારના કોચમાં ડિસ્ક બ્રેક હોય છે. ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવતા જ ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ સાથે 12810 નંબરના કેટલાક ડબ્બા નજીકમાં ઉભેલી માલગાડીના વેગન સાથે અથડાઈ ગયા હતા.

4 / 6
આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને 40 જેટલા મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. ચક્રધરપુરમાં અકસ્માતનો ભોગ બનેલી મુંબઈ મેલ એક્સપ્રેસ ટ્રેન સાડા ત્રણ કલાક મોડી ચાલી રહી હતી. ટ્રેન નંબર 12810, જેમાં ટાટાનગરનું એન્જિન નંબર 37077 જોડાયેલ હતું. તે ટાટાનગર સ્ટેશનથી સવારે 2:39 વાગ્યે, સાડા ત્રણ કલાક અને મિનિટ મોડું થયું. ટાટાનગર સ્ટેશન પર ટ્રેનનો આવવાનો સમય 11.02 મિનિટનો હતો.

5 / 6
દુર્ઘટનામાં સામેલ ટ્રેનના ડ્રાઈવરે ત્રણ વખત શ્રેષ્ઠ ડ્રાઈવરનો એવોર્ડ જીત્યો છે. સવારે થયેલા અકસ્માત બાદ ટ્રેનના લોકો પાયલટ KVSS રાવ, આસિસ્ટન્ટ લોકો પાઈલટ એ અન્સારી અને ગાર્ડ મોહમ્મદ. રેહાને તરત જ કંટ્રોલ રૂમને આની જાણ કરી. અકસ્માતની માહિતી મળતાં જ ચક્રધરપુર રેલવે વિભાગના અધિકારીઓ અને બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. ( ફોટો સૌજન્ય- તમામ ફોટો પીટીઆઈ )

6 / 6
Follow Us:
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ

અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video

ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા

માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા

અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ

ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા

YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ

ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">