તસવીરો: ઘરના સામાનમાંથી જ જુના સ્વેટરને બનાવો નવું, સરળતાથી હટાવી શકાશે રેસા
શિયાળાની શરુઆત થઇ ગઇ છે. લોકો હવે જુના સ્વેટરનો ઉપયોગ શરુ કરશે. જો કે ઉનના સ્વેટર વારંવાર વપરાતા હોવાથી તેમાંથી રેસા નીકળવા લાગે છે અને સ્વેટર જુના જેવા લાગવા લાગે છે, ત્યારે આ સમસ્યામાંથી તમે ઘરે રહેલા કેટલાક સામાનમાંથી જ સરળતાથી છુટકારો મેળવી શકો છો.

ઉનના કપડામાંથી રેસા હટાવવા માટે ઘરે રહેલા કેટલાક સામાનનો જ ઉપયોગ કરી શકાય. રેઝર, ટ્રીમર કે સ્કોટ બ્રાઇટ કે સેલોટેપની મદદથી ઉનના કપડા પરથી રેસા હટાવી શકાય છે.

રેઝરથી રેસા હટાવો: ઘરના પુરુષો દ્વારા દાઢી કરવા માટે વપરાતા રેઝરનો ઉપયોગ કરી શકાય. સ્વેટર પર જ્યાં રેસા જોવા મળે છે, માત્ર તે જ જગ્યાએ રેઝર ફેરવવું. રેસા સરળતાથી હટી જશે.ધ્યાન રાખવુ કે હાથેથી ગુંથેલા દોરીવાળા કપડા પર રેઝર ન ચલાવવું

સ્કોચ બ્રાઇટ-સ્કોચ બ્રાઇટની મદદથી સ્વેટરમાંથી રેસા હટાવી શકાય. આ માટે રેસાવાળી જગ્યાએ સ્કોચ બ્રાઇટ ઘસવુ.

ઇલેક્ટ્રીક ટ્રીમર-ઇલેક્ટ્રીક શેવર કે ટ્રીમરની મદદથી રેસાને સરળતાથી હટાવી શકાય છે.રેઝરની જેમ જ ટ્રીમરને રેસાવાળી જગ્યાએ ફેરવવાનું રહેશે.

સેલો ટેપ- સેલોટેપને સ્વેટર પરના રેસાવાળી જગ્યા પર લગાવવી. સેલોટેપને ધીરેથી પ્રેસ કર્યા બાદ તેને જોરથી ખેંચી લેવી. સેલોટેપ સાથે રેસા પણ નીકળી જશે અને તમારુ સ્વેટર ફરીથી નવા જેવુ લાગશે.