Dubai : આ દેશની પોલીસ કરોડોની કારમાં Patroling કરે છે, તેના કાફલાની વૈભવી કાર તમને અચંબિત કરી દેશે, જુઓ તસવીરો
Dubai : જ્યારે કાયદાના પાલનની વાત આવે છે ત્યારે દુબઈ પોલીસ(Dubai Police)નો ઉલ્લેખ ચોક્કસ થાય છે. અહીંની પોલીસ અત્યંત કાર્યક્ષમ અને અસરકારક હોવાની પ્રતિષ્ઠા જાળવવા કરોડોનું આંધણ કરતા ખચકાતી નથી. દુબઈ પોલીસ તેની વૈભવી પેટ્રોલિંગ કારના કાફલા(Impressive Patrol Cars) માટે વિશ્વભરમાં જાણીતી છે.


Dubai : જ્યારે કાયદાના પાલનની વાત આવે છે ત્યારે દુબઈ પોલીસ(Dubai Police)નો ઉલ્લેખ ચોક્કસ થાય છે. અહીંની પોલીસ અત્યંત કાર્યક્ષમ અને અસરકારક હોવાની પ્રતિષ્ઠા જાળવવા કરોડોનું આંધણ કરતા ખચકાતી નથી. દુબઈ પોલીસ તેની વૈભવી પેટ્રોલિંગ કારના કાફલા(Impressive Patrol Cars) માટે વિશ્વભરમાં જાણીતી છે. આ અહેવાલમાં અમે તમને દુબઈ પોલીસના કાફલામાંની કેટલીક સૌથી પ્રભાવશાળી પેટ્રોલિંગ કારની ઝાંખી કરાવી રહ્યા છીએ.

Bugatti Veyron દુબઈ પોલીસના કાફલાની યાદીમાં સૌથી ઉપર Bugatti Veyron છે જે તેની અજોડ ગતિ માટે જાણીતી સુપરકાર(Super car) છે. 400 કિમી પ્રતિ કલાકની Top Speed સાથે Bugatti Veyron દુબઈની મહત્વાકાંક્ષી ભાવના અને કાયદાના અમલીકરણ માટેના સમર્પણના પ્રતીક તરીકે સેવા આપે છે. આ કાર High-speed chase સાથે દરેક મામલે અગ્રીમ હરોળમાં રહેવાની દુબઈ પોલીસની પ્રતિબદ્ધતાનો સ્પષ્ટ સંદેશ પણ આપે છે.

Lamborghini Aventador લેમ્બોર્ગિની એવેન્ટાડોર(Lamborghini Aventador)એ દુબઈ પોલીસના કાફલામાં વધુ એક આકર્ષક કાર છે. આ Sports Car આકર્ષક અને Aerodynamic Design ધરાવે છે જે શહેરની આધુનિક અને વૈભવી છબીને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.

Ferrari FF એક વૈભવી કાર છે. આ કાર દુબઈ પોલીસ અધિકારીઓને જરૂર પડે ત્યારે આરામદાયક પ્રવાસમાં મદદરૂપ બને છે. ફરારીનું શક્તિશાળી V12 એન્જિન અને All-wheel-drive system તેને વિવિધ ભૂપ્રદેશમાં નિયંત્રણ માટે સારી રીતે સજ્જ બનાવે છે.

Aston Martin One-77 દુબઈ પોલીસના કાફલાની શોભા એવી દુર્લભ અને સૌથી વિશિષ્ટ સુપરકાર પૈકીની એક Aston Martin One-77 પણ હાજર છે. અત્યાર સુધી માત્ર 77 કારના ઉત્પાદન સાથે આ કાર જૂજ લોકો પાસે છે. Limited Edition Car તેની અદ્ભુત શક્તિ અને અદ્યતન તકનીક, નવીનતા અને પ્રગતિમાં મોખરે રહેવાની દુબઈની દ્રષ્ટિ સાથે સંરેખિત છે.

Bentley Continental GT લક્ઝરી અને પાવરના સંયોગની શોધ કરનારાઓ માટે Bentley Continental GT એ આદર્શ પસંદગી છે. આ કાર પણ વૈભવનું પ્રતીક માનવામાં આવે છે. આ કાર Chasing માટે ઉત્તમ વાહન સાથે પોલીસ માટે આરામદાયક સવારી પણ છે.

Mercedes-AMG GT એક સ્પોર્ટ્સ કાર છે જે ઉચ્ચ પ્રદર્શન ક્ષમતાઓ સાથે સ્ટાઇલિશ ડિઝાઇન ધરાવે છે. પેટ્રોલિંગ કાર તરીકે AMG GT શહેરી અને હાઇવે બંને ફરજો સંભાળી શકે છે જે તેને દુબઈ પોલીસના કાફલામાં મહત્વની સવારી બનાવે છે.

































































