Health Tips : ઉકળતી ચા અને કોફી પીવાની આદત હોય તો આજે જ છોડી દેજો ! થઈ શકે છે આ મોટી સમસ્યા
રસાદની મોસમમાં ચાની ચૂસકી અથવા ગરમ કોફી પીવાથી મોસમની મજા બમણી થઈ જાય છે. જો કે વધુ પડતી ચા-કોફી પીવાથી નુકસાન થાય છે, પરંતુ શું તમે જાણો છો કે ગરમ ચા-કોફી પીવી એ માત્રા કરતા વધારે ખતરનાક છે, જાણો કેવી રીતે?

ભારતમાં મોટાભાગના લોકો દિવસની શરૂઆત ગરમ પીણાથી કરે છે. કેટલાક લોકોને ગરમ ગરમ ઉકળતી ચા પીવી ગમે છે તો કેટલાક લોકો ઉકળતી કોફી અને ગ્રીન ટી પીવે છે. દરેક વ્યક્તિને અલગ-અલગ ગરમ પીણાં ગમે છે. પરંતુ ઘણી વખત લોકો વધારે પડતુ જ ગરમ કે ઉકળતા પીણા લે છે જેમાં ચા-કોફી મોટાભાગના લોકો ઉકળતી પીવે છે. ત્યારે આવા ઉકળતા ગરમ પીણા પીવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કેવી કેવી સમસ્યાઓ થઈ શકે છે.

1. જીભ અને મોં બાળી શકે : ખૂબ ગરમ ચા અથવા કોફી અથવા અન્ય કોઈપણ પીણું પીવાથી તમારું મોં અને જીભ બળી શકે છે. ગળામાં બળતરા પણ થઈ શકે છે. જીભ કે મોં બળી જવાથી ખોરાક ખાવામાં તકલીફ પડે છે. જ્યારે તમે કોઈ તીખી વસ્તુ ગરમ ગરમ ઉકળી ખાવ છો કે પીવો છો ત્યારે પેટમાં પણ બળતરા થઈ શકે છે

2. પાચન સંબંધી સમસ્યાઓ: વધુ પડતું ગરમ પીણું પીવાથી તમારી પાચન તંત્ર પર પણ ખરાબ અસર પડે છે. પીણુંનું ઊંચું તાપમાન તમારા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે અને તેમાં બળતરા પેદા કરી શકે છે. આના કારણે તમને એસિડ રિફ્લક્સ, પેટમાં અસ્વસ્થતા અને હાર્ટબર્નનો અનુભવ થઈ શકે છે.

3. વારંવાર તરસ લાગવીઃ ખૂબ ગરમ પીણું પીવાનો એક ગેરલાભ એ છે કે તમને વારંવાર તરસ લાગવા લાગે છે. ચા અને કોફીમાં પણ કેફીન હાજર હોવાથી તે તમારા શરીરના હાઇડ્રેશન સ્તરને પણ અસર કરે છે અને ડિહાઈડ્રેશન થઈ શકે છે

4. બોડી ટેમ્પરેચર વધી શકે: ઉનાળામાં ખૂબ ગરમ પીણાં પીવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે શરીરનું તાપમાન વધી શકે છે જેના કારણે તમને વધુ પડતો પરસેવો આવવો, અસ્વસ્થતા અનુભવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

5. ડેન્ટલ પ્રોબ્લેમ: ગરમ ચા કે કોફી પીવાથી ડેન્ટલ હેલ્થ પર પણ અસર થાય છે. આથી તમને દાંતમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.

































































