તસવીરો : નવા વર્ષે સોમનાથ મંદિરમાં પ્રાત: આરતીમાં ભક્તોનો ભારે ધસારો
વિક્રમ સંવત 2080 ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષે સોમનાથ મંદિરમાં ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. ભક્તોએ સોમનાથ મંદિરમાં આરતીનો લાભ લીધો હતો. સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીના દર્શન માટે ભારે માત્રામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.


વિક્રમ સંવત 2080 ના પ્રથમ દિવસે એટલે કે નવા વર્ષે સોમનાથ મંદિરમાં ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. ભક્તોએ સોમનાથ મંદિરમાં આરતીનો લાભ લીધો હતો.

સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતીના દર્શન માટે ભારે માત્રામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પ્રાતઃ આરતીમાં સોમનાથ મંદિર પરિસર હર હર નાદથી ગુંજી ઉઠ્યું હતું.

સોમનાથમાં સવારે 6:00 વાગ્યે મંદિર ખુલ્યા બાદ પ્રાત: આરતી કરાઈ હતી, ત્યારે ભારે માત્રામાં ભાવિકો સોમનાથમાં ઉમટયા હતા, હજુ વધુ ભાવિકોનો પ્રવાહ સોમનાથ તરફ આવી રહ્યો છે. નૂતન વર્ષથી લાભ પંચમી સુધી સોમનાથમાં ભાવિકોનો મહાસાગર ઉમટવાની શક્યતા છે.

સોમનાથ પહોંચેલા યાત્રિકોએ નવા વર્ષના પ્રથમ દિવસે સમગ્ર વિશ્વની સુખ શાંતિ માટે અને કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરી.

જે સોમનાથ મંદિર અવિરત રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે ત્રણ પ્રહરની આરતીઓ થશે અને ભાવિકોનો પ્રવાસ સોમનાથ તરફ અવિરત વહેતો રહેશે.
Latest News Updates






































































