T20 વર્લ્ડ કપ 2024માં ઝિમ્બાબ્વેની ટીમ ખતરામાં, આ ટીમના શાનદાર પ્રદર્શન બાદ મુશ્કેલી વધી
આવતા વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેના રમવા પર ખતરો મંડરાઈ રહ્યો છે. તેની પાછળનું કારણ છે એક ટીમનું પ્રદર્શન જેણે ઇતિહાસ રચ્યો છે. પ્રથમ વખત તેણે T20 ઇન્ટરનેશનલમાં આખી ટીમને હરાવી છે. અત્યાર સુધી રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેની આ ત્રીજી હાર છે. પહેલા નામિબિયા પણ હરાવી ચૂક્યું છે.

ટી 20 વર્લ્ડકપ રમી રહેલી 20 ટીમોમાં ઝિમ્બાબ્વેનું નામ જોવા ન પણ મળી શકે.અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ઝિમ્બાબ્વેની સામે સ્થિતિ એવી બની છે. તેની હાલત માટે યુગાન્ડાની ક્રિકેટ ટીમ જવાબદાર છે. આ ટીમનું નામ સાંભળીને તમને થોડો ઝટકો લાગશે. સ્વાભાવિક છે કારણ કે યુગાન્ડાએ ઝિમ્બાબ્વેની ટીમને હાર આપી છે. અત્યાર સુધી રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેની આ ત્રીજી હાર છે. પહેલા નામિબિયા પણ હરાવી ચૂક્યું છે.

T20 વર્લ્ડ કપ 2024 માટે આફ્રિકામાં રમાઈ રહેલા ક્વોલિફાયર્સમાં યુગાન્ડાએ ઈતિહાસ રચ્યો છે અને તેની આડ અસર એ છે કે આવતા વર્ષે યોજાનાર T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેની રમત ખતરામાં છે.

3 મેચમાં 2 હાર બાદ ઝિમ્બાબ્વેની ટીમ આફ્રિકા રિજન ક્વોલિફાયરના પોઈન્ટ ટેબલમાં 7 ટીમોમાં ચોથા સ્થાને છે. ટોચ પર નામીબિયા અને કેન્યા છે, જેમણે પોતાની ત્રણેય મેચ જીતી છે. ઝિમ્બાબ્વેને હરાવીને યુગાન્ડા પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. પોઈન્ટ ટેબલમાં ઝિમ્બાબ્વેની વર્તમાન સ્થિતિને જોતા તેમના માટે ટી20 વર્લ્ડ કપ 2024 માટે ક્વોલિફાય થવું મુશ્કેલ લાગે છે. તેમના માટે તે હજુ પણ અશક્ય નથી.

સારી વાત તો એ છે કે, ઝિમ્બાબ્વેને પોતાની આગામી મેચ રવાંડા, નાઈઝીરિયા અને કેન્યા વિરુદ્ધ રમવાની છે. આમાંથી કેન્યા વિરુદ્ધ મેચ થોડી ટફ રહેશે બાકી 2 મેચ આસાનીથી જીતી શકેછે.

T20 વર્લ્ડ કપ 2024 જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આયોજિત થવાનો છે, જેમાં આફ્રિકા રિજન ક્વોલિફાયરના પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમોને રમવાની તક મળશે. હાલ આ રેસમાં નામિબિયા અને કેન્યાની ટીમો આગળ ચાલી રહી છે. ત્યાં પહોંચવા માટે ઝિમ્બાબ્વેને ઓછામાં ઓછી તેની બાકીની મેચો વધુ સારા રન રેટ સાથે જીતવી પડશે.
