Knowledge : આ કંપની એ બનાવી છે WTC ની Mace, સોના સહિત આ સામગ્રીનો થયો છે ઉપયોગ
World Test Championship Final: ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ ફાઈનલ મેચમાં જીતનારી ટીમને ચેમ્પિયન ટીમ તરીકેની 13.5 કરોડની ઈનામી રકમ મળશે અને સાથે શાનદાર ટ્રોફી (Mace) પણ આપવામાં આવશે. ચાલો જાણીએ આ વિનિંગ ટ્રોફી અંગેની રસપ્રદ વાતો.

વર્ષ 2021માં ભારતીય ટીમને હરાવીને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વિજેતા બની હતી. ન્યૂઝીલેન્ડની ટીમને ચેમ્પિયન બનતા જ શાનદાર ટ્રોફી (Mace) આપવામાં આવી હતી. આ ટ્રોફીને બ્રિટનની થોમસ લાઈટ એ તૈયાર કરી છે. થોમસ લાઈટ એ દુનિયાની ઘણી મોટી ટુર્નામેન્ટની વિનિંગ ટ્રોફીઓ બનાવી છે.

આ ટ્રોફી થોમસ લાઈટની લંડનમાં સ્થિત ફાઈન સિલ્વર વર્કશોપમાં હાથોથી તૈયાર કરવામાં આવી છે. તેનું હેન્ડલ ક્રિકેટના સ્ટંપ જેવો દેખાય છે જેમાં એક લોરેલ લીફનું રિબન પણ છે. લોરેલ લીફને સફળતા અને ઉપલબ્ધિની ઉજવણીનું પારંપરિક પ્રતીક માનવામાં આવે છે.

તેના રિબનને ડિજીટલ થ્રીડી ડિઝાઈનથી થ્રીડી પ્રિન્ટ કરવામાં આવ્યું હતું. આ વર્ષે અને આ પહેલા 2021માં પણ થોમસ લાઈટ દ્વારા આ ટ્રોફી તૈયાર કરવામાં આવી હતી. આ મેસની ઉપરનો ગોળો સોનાના છે. આ ગોળા પર દુનિયાના 12 દેશ દેખાઈ રહ્યા છે. હેન્ડલ પર ચાંદીની રિંગ છે.

સાચી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિ મેસને વર્ષ 2000માં વિશ્વ વિખ્યાત થોમસ લાઈટના ટ્રોફી ડિઝાઈનલ ટ્રેવર બ્રાઉન એ ડિઝાઈન કરી હતી. બ્રાઉની દેખરેખમાં ઈંગ્લિશ પ્રીમિયર લીગ, આઈસીસી વર્લ્ડ કપ અને ગિનીસ સિક્સ નેશન્સ ટ્રોફી ડિઝાઈન થઈ હતી.

થોમલ લાઈટ કંપની દ્વારા અમીરાત એફએ કપ, રગ્બી વિશ્વ કપ, એટીપી ફાઈનલ ટ્રોફી અને ગોલ્ફ રાઈડર કપની ટ્રોફી બનાવવામાં આવી છે. આ કંપનીએ બ્રિટશ રાજ પરિવાર માટે પણ કામ કર્યું છે.