World Championship of Legends 2024 : ઈન્ડિયન ચેમ્પિયનને કોની નજર લાગી, સતત ત્રીજી મેચમાં ખરાબ સ્થિતિ
વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજેન્ડસ 2024માં ઈન્ડિયન ચેમ્પિયન્સની ટીમને સતત 3 મેચમાં હાર મળી છે પરંતુ ટીમે શરુઆતની 2 મેચ જીતી હતી. જેના કારણે તે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લીજેન્ડસ 2024માં ઈન્ડિયન ચેમ્પિયન્સની ટીમે શાનદાર શરુઆત કરી હતી. આ લીગમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા 6 દેશોના ખેલાડીઓ રમી રહ્યા છે. ભારતીય લીજેનડ્સ ખેલાડીઓની ટીમ યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરૈશ રૈના જેવા સ્ટાર ખેલાડી રમી રહ્યા છે.

તેમ છતાં આ ટીમનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું છે, લીગ સ્ટેજમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સે પોતાની છેલ્લી મેચ સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ વિરુદ્ધ રમી હતી. આ મેચમાં પણ ભારતીય ખેલાડીઓને હારનો સામનો કરવો પડ્યો છે.

સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ વિરુદ્ધ રમાયેલી આ મેચમાં ભારતીય બોલર ફ્લોપ રહ્યા હતા. જેના કારણે સાઉથ આફ્રિકાએ પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 8 વિકેટ પર 210 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા માટે જૈક્સ સ્નીમને સૌથી વધારે રન બનાવ્યા હતા. તેમણે 43 બોલમાં 3 સિક્સ અને 10 ચોગ્ગાની મદદથી 73 રનની ઈનિગ્સ રમી હતી. રિચર્ડ લેવીએ 25 બોલમાં 60 રન બનાવ્યા હતા. જેમાં 5 ચોગ્ગા અને 5 સિક્સ સામેલ છે. આ મોટા ટાર્ગેટનો જવાબ આપવામાં ભારતીય બેટ્સમેન ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.

211ના ટાર્ગેટના જવાબમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ 20 ઓવરમાં 6 વિકેટ પર 156 રન બનાવી શકી હતી. તેમને 54 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં ઈન્ડિયા ચેમ્પિયન્સનો ટોપ ઓર્ડર ફેલ રહ્યો હતો.

ઈન્ડિયન ચેમ્પિયન્સે આ મેચની સાથે લીગ સ્ટેજ મેચ પૂર્ણ થઈ ચૂકી છે. હવે સેમીફાઈનલ મેચ રમાશે. ઈન્ડિયા ચેમ્પિયન્સ સિવાય,પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝની ટીમો ક્વોલિફાય થઈ છે.

ઈન્ડિયન ચેમ્પિયન્સ સેમીફાઈનલ મેચ 12 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે. પહેલી સેમીફાઈનલમાં પાકિસ્તાન અને વેસ્ટઈન્ડિઝની ટીમ 12 જુલાઈના રોજ આમને-સામે હશે.
