AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીલંકાને હરાવીને ભારત બન્યું ચેમ્પિયન, સ્મૃતિ મંધાનાની સદી બાદ સ્નેહ રાણાએ બોલિંગમાં મચાવી તબાહી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં શ્રીલંકા સામે આસાનીથી જીત નોંધાવી હતી. આ મેચમાં સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ઐતિહાસિક સદી ફટકારી હતી. જ્યારે બોલર સ્નેહા રાણાએ 4 વિકેટ લઈ શ્રીલંકન ટીમની હાર નિશ્ચિત કરી હતી.

| Updated on: May 11, 2025 | 8:42 PM
Share
ત્રિકોણીય શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી અદ્ભુત રમત જોવા મળી, જેના કારણે ટીમ ઈન્ડિયા ફાઈનલમાં 97 રનથી એકતરફી જીત મેળવવામાં સફળ રહી.

1 / 7
ભારત અને શ્રીલંકા ઉપરાંત, દક્ષિણ આફ્રિકાની ટીમ પણ આ શ્રેણીનો ભાગ હતી. સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને બોલર સ્નેહ રાણાએ ફાઈનલ મેચમાં ટીમની જીતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

2 / 7
આ મેચમાં, ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જે સંપૂર્ણપણે સાચો સાબિત થયો. પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર ભારતને સારી શરૂઆત અપાવી. પ્રતિકાએ 30 રન બનાવ્યા હતા.

3 / 7
બીજી તરફ સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી. તેણે 101 બોલમાં 116 રન બનાવ્યા, જેમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ તેની ODI ક્રિકેટમાં 11મી સદી હતી. આ સાથે, તે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ત્રીજી બેટ્સમેન પણ બની ગઈ હતી.

4 / 7
સ્મૃતિ મંધાના ઉપરાંત હરલીન દેઓલ, કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સે પણ શાનદાર બેટિંગ કરી. હરલીને 47 રન, હરમનપ્રીતે 41 રન અને જેમિમાએ 44 રનનું યોગદાન આપ્યું હતું.

5 / 7
આ પછી દીપ્તિ શર્માએ અણનમ 20 રન બનાવીને ઈનિંગનો અંત કર્યો, જેના કારણે ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 342 રન બનાવી શકી.

6 / 7
343 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકા 48.2 ઓવરમાં 245 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી સૌથી સફળ બોલર સ્નેહા રાણા હતી. સ્નેહા રાણાએ 9.2 ઓવરમાં 38 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અમનજોત કૌરે 3 વિકેટ અને શ્રી ચારણીએ 1 વિકેટ લીધી હતી. (All Photo Credit : X / BCCI)

7 / 7

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવી ત્રિકોણીય શ્રેણી પર કબજો કર્યો, હવે આ ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસની તૈયારીમાં વ્યસ્ત થશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">