AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: એશિયા કપમાં ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, જાણો ફાઈનલનું સમીકરણ

મહિલા T20 એશિયા કપ 2026માં ભારતે પાકિસ્તાનને હરાવીને પોતાની તાકાત બતાવી દીધી છે. હવે ક્રિકેટ ચાહકોના મનમાં એક જ સવાલ છે કે બંને ટીમો ફરી એકવાર આમને-સામને ક્યારે ટકરાશે? જોકે ફેન્સને બીજી ટક્કર માટે કદાચ વધુ રાહ નહીં જોવી પડે, કારણ કે આ જ ટુર્નામેન્ટમાં થોડા જ દિવસોમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાઈ શકે છે. જાણો કેવી રીતે.

| Updated on: Sep 07, 2026 | 5:05 PM
Share
મહિલા T20 એશિયા કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશાં ચાહકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહે છે. બંને ટીમોની ટક્કરને લઈ હંમેશા ફેન્સમાં ભારે ઉત્સાહ હોય છે. ટુર્નામેન્ટમાં બંને ટીમો એકવાર ટકરાઈ ચૂકી છે, અને હવે ફરી બંને ટીમની ટક્કર થવાની શક્યતા છે.

1 / 5
ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને તેના સૌથી ઓછા T20I સ્કોર પર ઓલઆઉટ કર્યા બાદ 8 વિકેટથી એકતરફી જીત મેળવી હતી. ભારત ગ્રુપ સ્ટેજની પોતાની ત્રણેય મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.

2 / 5
હવે પાકિસ્તાનની સેમિફાઇનલની ટિકિટ હોંગકોંગ સામેની મેચ પર નિર્ભર છે. પાકિસ્તાન જો આ મેચમાં જીત મેળવે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે. જોકે, સેમિફાઇનલમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને નહીં આવે, કારણ કે બંને ટીમો અલગ સેમિફાઇનલમાં રમશે.

3 / 5
ભારતીય મહિલા ટીમ 10 સપ્ટેમ્બરે પહેલી સેમિફાઇનલ રમશે, જેમાં તેમનો સામનો બાંગ્લાદેશ અને યુએઈ વચ્ચેની મેચના વિજેતા સાથે થશે. બીજી તરફ, પાકિસ્તાન હોંગકોંગને હરાવીને આગળ વધશે તો 11 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે બીજી સેમિફાઇનલ રમશે.

4 / 5
આ રીતે ભારત અને પાકિસ્તાન બંને પોતાની-પોતાની સેમિફાઇનલ જીતે તો મહિલા T20 એશિયા કપની ફાઇનલમાં ફરી એકવાર હાઈવોલ્ટેજ ટક્કર જોવા મળી શકે છે. બંને ટીમો ફાઇનલમાં પહોંચે તો 13 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે ખિતાબ માટે જંગ જામશે. (PC:PTI/X)

5 / 5

એક જ દિવસે બે મેચ રમશે ટીમ ઈન્ડિયા ? 28 વર્ષ પછી ફરી બની રહ્યો છે ગજબ સંયોગ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">