AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 September 2026 રાશિફળ: જાણો આજે કઈ રાશિના જાતકને મળશે સારા સમાચાર અને કોન જશે પ્રવાસે

27 September 2026 રાશિફળ: જાણો આજે કઈ રાશિના જાતકને મળશે સારા સમાચાર અને કોન જશે પ્રવાસે

| Updated on: Sep 27, 2026 | 8:05 AM
Share

આજે કેટલીક રાશિઓ માટે પરિવાર અને સંબંધોની દૃષ્ટિએ દિવસ ખાસ રહી શકે છે. તુલાને સાંજે સારા સમાચાર મળી શકે છે, જ્યારે ધન રાશિના જાતકોને પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર ખુશ કરી શકે છે.

આજનું રાશિફળ વીડિયો: શું આજે ભાગ્ય તમારો સાથ આપશે? જાણો આજના દિવસની નાની-મોટી તમામ આગાહી. કોના પર વરસશે ધન અને કોને મળશે નોકરીમાં સારા સમાચાર? વ્યવસાયમાં નફો મેળવવાની ટિપ્સ અને સ્વાસ્થ્યની સાવચેતી સાથે જુઓ આજનું રાશિફળ. પ્રેમી યુગલો માટે આજનો દિવસ કેવો રહેશે, જાણો અહીં.

મેષ રાશિ: એવા મિત્રો સાથે બહાર જાઓ જે તમારી પરિસ્થિતિ અને જરૂરિયાતોને સમજે છે.

વૃષભ રાશિ: આજે તમને કોઈ અજ્ઞાત સ્ત્રોતથી પૈસા પ્રાપ્ત થઈ શકે છે જેનાથી તમારી ઘણી આર્થિક પરેશાનીઓ દૂર થઈ જશે.

મિથુન રાશિ: જો તમે લાંબા સમય માટે રોકાણ કરશો, તો સારો એવો ફાયદો મેળવી શકો છો.

કર્ક રાશિ: છૂટક અને જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ છે. તમે અનુભવશો કે તમારા મિત્રો સહયોગી સ્વભાવના છે

સિંહ રાશિ: તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, આજે તમારે અચાનક કોઈ અનિચ્છનીય મુસાફરી પર જવું પડી શકે છે,

કન્યા રાશિ: આ રાશિના જાતકોએ આજે ખાલી સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનું અધ્યયન કરવું જોઈએ.

તુલા રાશિ: સાંજની વખતે અચાનક મળેલા કોઈ સારા સમાચાર આખા પરિવારની ખુશી અને ઉત્સાહનું કારણ સાબિત થશે.

વૃશ્ચિક રાશિ: વ્યાવસાયિક રીતે આજનો દિવસ સકારાત્મક રહેશે. તેનો ભરપૂર ઉપયોગ કરો. માતા-પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવો.

ધન રાશિ: પરિવારમાં નવા સભ્યના આવવાના સમાચાર તમને ખુશ કરી દેશે. નવો વ્યવસાય ચાલુ કરવા માટે યોગ્ય સમય છે.

મકર રાશિ: તમારી ઊર્જાનો ઉપયોગ કોઈ મુશ્કેલીમાં ફસાયેલી વ્યક્તિની મદદ કરવા માટે કરો. નવા લોકોના માધ્યમથી શ્રેષ્ઠ તકો મળશે.

કુંભ રાશિ: બચપણની યાદો તમારા મન પર છવાયેલી રહેશે. આકસ્મિક નફા દ્વારા આર્થિક સ્થિતિ મજબૂત થશે.

મીન રાશિ: તમારા બાળકના પુરસ્કાર વિતરણ સમારોહનું આમંત્રણ તમારા માટે ખુશનુમા અહેસાસ રહેશે.

નોંધ:

અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Published on: Sep 27, 2026 08:01 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">