તમે દરરોજ જે કપમાં ચા અને કોફી પીઓ છો, તે કપની પણ એક્સપાયર ડેટ હોય છે, જાણી લો
લોકોની સવાર એક કપ ચા અને કોફી થી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, તમે જે કપમાં ચા કોફી સાથે તમારા સવારની શરુઆત કરો છો. તેની પણ એક્સપાયર ડેટ હોય છે. ચાલો આજે આપણે આ કપને તમારે ક્યારે ફેંકી દેવો જોઈએ તેના વિશે જાણીએ.

દરરોજ ચા-કોફી પીવા માટે મોટાભાગના ઘરોમાં ચીની માટ્ટીના કપનો ઉપયોગ થતો હોય છે. અલગ અલગ ડિઝાઈનમાં લોકો કપ ખરીદે છે. તેમજ વર્ષો સુધી એક જ સેટનો ઉપયોગ કરતા હોય છે. લગભગ લોકોના ઘરમાં ચા-કોફી માટે સફેદ રંગનો કપ હોય છે.

આ કપ જ્યાં સુધી તુટી ન જાય કે ખરાબ ન થઈ જાય ત્યાં સુધી લોકો આને ઘરમાંથી દુર કરતા નથી. પરંતુ શું તમે જાણો છો કે, આની પણ એક્સપાયર ડેટ હોય છે. આપણે આના વિશે ખબર હોવી જરુરી છે. તો ચાલો જાણીએ ચીની માટીનો કપ ક્યારે બદલી નાંખવો જોઈએ.

ચીની માટ્ટીના કપની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી પરંતુ એવું પણ નથી કે, તમે 10 વર્ષો સુધી એક જ કપનો ઉપયોગ કરી શકો. સિરામિક પ્રોડક્ટની કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. સિરામિક ખુબ ટકાઉ હોય છે. જો તમે આનો યોગ્ય ઉપયોગ અને સાફ સફાઈ રાખો તો લાંબા સમય સુધી ચાલશે.

જો તમારા ચીની માટ્ટીના કપમાં તિરાડ જોવા મળી રહી છે. તો તેને બદલી નાંખવો જોઈએ. તિરાડ નાની હોય તો તેને નજરઅંદાજ કરવો જોઈએ નહી. કેટલીક વખત આને આપણે નજરઅંદાજ કરી દઈએ છીએ. એક દિવસ અચાનક તુટી જાય છે.

જો તમારા કપમાં હેન્ડલ તુટી ગયું છે. તો તેનો ઉપયોગ કરવો જોઈએ નહી. કારણ કે, તેમાં રહેલી ગરમ ચા અને કોફીથી તે અચાનક તુટી પણ શકે છે. તમને ઈજા પણ થઈ શકે છે. કેટલીક વખત કપમાં એવી ડિઝાઈન કરવામાં આવી હોય છે કે, તેની સફાઈ દરમિયાન તે દુર થઈ જાય છે. આવા કપનો ઉપયોગ કરવો નહી.

ચીની માટ્ટીના કપને સાવચેતી પુર્વક સાફ કરો અને અંદર ચા કોફી ના રહે તેનું ધ્યાન રાખો. ગરમ ચા અચાનક કપમાં ન નાંખો. એટલું જ નહી 6 મહિનામાં કપ બદલી નાંખવા જોઈએ. વધારે ઉપયોગ કરવો નહી.

ક્યારેક, કપની ધાર થોડી તૂટેલી હોય છે, અને લોકો વિચારે છે કે બાકીનો કપ ઠીક છે. જોકે, આવા કપનો ઉપયોગ કરવો યોગ્ય નથી. તૂટેલી ધાર મોંમાં ઇજા પહોંચાડી શકે છે

વધુમાં ક્ષતિગ્રસ્ત ભાગ સમય જતાં વધુ નુકસાન પામી શકે છે. તેથી, જો કપની પીવાની ધાર તૂટી ગઈ હોય, તો તેને બદલવી એ શ્રેષ્ઠ વિકલ્પ છે. (all photo : canva)
Women’s Health: પીરિયડ્સમાં અચાનક બ્લીડિંગ ઓછું થવા પાછળના મુખ્ય કારણો શું છે? તે ક્યારે ચિંતાનું કારણ બને છે તે જાણો અહી ક્લિક કરો
