AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મનોજ તિવારીની દીકરી પર ગુસ્સે થયો સલમાન ખાન, રીતિ તિવારીએ આખા દેશની માફી માંગી, જુઓ Video

બિગ બોસ 20ના ઘરમાં રીતિ તિવારી પર સલમાન ખાસ ગુસ્સે થયો છે. સલમાન ખાને વીકએન્ડ કા વારમાં મનોજ તિવારીની દીકરી પર ગુસ્સે થયો હતો. ત્યારબાદ રીતિ તિવારીએ નેશનલ ટીવી પર બધાની માફી માંગી હતી.

Breaking News : મનોજ તિવારીની દીકરી પર ગુસ્સે થયો સલમાન ખાન, રીતિ તિવારીએ આખા દેશની માફી માંગી, જુઓ Video
Image Credit source:
| Updated on: Sep 27, 2026 | 12:38 PM
Share

બિગ બોસ 20ના વીકએન્ડ કા વારના પ્રોમોમાં સલમાન ખાન રીતિને પુછે છે કે, તે કેમ પોતાની વાતો પર ગર્વ કરી રહી છે. તેમજ કહ્યું કે, કોઈને અપમાન કરવાની પણ એક લિમિટ હોવી જોઈએ. હાલમાં એક ટાસ્ક દરમિયાન રીતિ તિવારીએ ઉદિતિ સિંહ અને કાઝી તૌકીરને લઈ ટિપ્પણી કરી હતી. ટાસ્ક પૂર્ણ થયા પછી પણ રીતિ પોતાના નિવેદન ચાલી રાખતી જોવા મળી હતી. તેમણે કહ્યું કે, મને મારા કરેલા કામ પર ગર્વ છે અને વિશ્વાસ છે કે, તેના પિતા પર તેના પર ગર્વ કરશે.

સલમાન ખાન રીતિ પર ગુસ્સે થયો

સલમાન ખાને પણ લોકોને નિરાશ કર્યા નથી. સલમાન ખાને રીતિને ખુબ પ્રેમથી તેની ભૂલ ગણાવી અને રીતિને સમજાવી તેમજ સલમાન ખાને અવાજ ઉંચો કર્યો વગર રીતિને ઘણું બધું કીધું હતુ. સલમાન ખાને રીતિને એ પણ કહ્યું કે, આ ખરાબ વર્તનનું તેના પિતા મનોજ તિવાર પણ સપોર્ટ કરશે નહી. સલમાન ખાને રીતિને કહ્યું કે, ઉદિતિ વિરુદ્ધ અને કાઝી વિરુદ્ધ તેનું વર્તન ખરાબ હતુ.

View this post on Instagram

સલમાન ખાને રીતિને કહ્યું કે, તેના પિતા હવે અભિનેતા અને સિંગર હોવાની સાથે એક નેતા પણ છે. નેશનલ ટીવી પર તે કહેલી વાતોનો તારા પિતા પર પણ અસર પડી શકે છે. તેમણે કહ્યું તારી દાદી પણ આ શો જોતી હશે. ત્યારબાદ સલમાન ખાને કહ્યું તું મનોજ તિવારીની છોકરી છો, ડોલી બિંદ્રાની દીકરી નથી. તું તો આ ઘરની ડોલી બિંદ્રા બની ગઈ.

રીતિએ માફી માંગી

સલમાન ખાને સમજાવ્યા પછી રીતિએ પોતાના ગેરવર્તન અને ગંદી ભાષા માટે માફી માંગી હતી. રીતિએ ઉદિતિ અને કાઝીને પણ તેના ગેરવર્તન કરવા પર સોરી કહ્યું, રીતિએ આખા બિગ બોસ હાઉસમાં સલમાન ખાન અને આખા ભારતની માફી માંગી હતી. રીતિએ એ વચન આપ્યું કે, તે આગળથી આવો ગુસ્સો અને ભાષાનું ધ્યાન રાખશે. આવી ભૂલ બીજી વખત કરશે નહી. હવે રીતિ પોતાના વચન પર કેટલી સાચી ઉતરે છે. તે જોવાનું રહ્યું.

રીતિ તિવારીનું મ્યુઝિક અને બિઝનેસની દુનિયામાં છે મોટું નામ, જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">