AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૈસા તૈયાર રાખજો! પ્રાઇમરી માર્કેટમાં વધુ એક ‘મોટો દાવ’, ₹3,054 કરોડનો ‘મેગા IPO’ જલ્દી જ આવશે

છેલ્લા દિવસોમાં પ્રાઇમરી માર્કેટમાં ઘણા IPO જોવા મળ્યા, જેમાં કેટલાકે રોકાણકારોને સારો નફો કરાવ્યો તો કેટલાકે નિરાશ કર્યા. હવે મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટર માટે કામ કરતી એક B2B ટેકનોલોજી કંપનીએ ₹3,054 કરોડનો IPO લાવવા માટે સેબી (SEBI) પાસે DRHP દાખલ કર્યો છે. આ દેશના એક જાણીતા મોટા ગ્રુપની કંપની છે, જે પોતાના IPO દ્વારા બજારમાંથી નવી મૂડી એકઠી કરવા અને હાલના પ્રમોટર્સને આંશિક હિસ્સેદારી વેચવાની તક આપી રહી છે. નાણાકીય વર્ષ 2026માં કંપનીના રેવેન્યુમાં 44% થી વધુનો ગ્રોથ જોવા મળ્યો છે.

| Updated on: Sep 26, 2026 | 9:55 PM
Share
છેલ્લા કેટલાંક દિવસોમાં પ્રાઇમરી માર્કેટમાં ઘણા IPO જોવા મળ્યા. કોઈકે નિરાશ કર્યા તો કેટેલાકે રોકાણકારોને કમાણી કરાવી. હવે જલ્દી જ વધુ એક મજબૂત IPO દસ્તક આપવા જઈ રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટર માટે કામ કરતી B2B ટેકનોલોજી કંપની 'JSW One Platforms Ltd' એ ₹3,054 કરોડ રૂપિયાનો IPO લાવવા માટે સેબી (SEBI) પાસે DRHP દાખલ કરી દીધો છે.

1 / 7
જેએસડબલ્યુ (JSW) ગ્રુપની ટેક કંપની પોતાના આ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા બજારમાંથી નવી મૂડી એકઠી કરવા અને હાલના પ્રમોટરોને આંશિક હિસ્સો વેચવાની તક આપી રહી છે.

2 / 7
કંપની દ્વારા ગુરુવારે મોડી રાત્રે દાખલ કરવામાં આવેલા DRHP મુજબ, ₹3,054 કરોડ રૂપિયાના આ કુલ ઈશ્યૂનું માળખું બે ભાગમાં વહેંચાયેલું છે, જેમાં ₹1,300 કરોડ રૂપિયા સુધીના નવા ઈક્વિટી શેર જારી કરવાનો ફ્રેશ ઈશ્યૂ અને ₹1,754.01 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ (OFS) સમાવિષ્ટ છે. આમાં હાલના શેરધારકો અને પ્રમોટર્સ જેએસડબલ્યુ સ્ટીલ, જેએસડબલ્યુ સિમેન્ટ તેમજ મિત્સુઈ એન્ડ કંપની દ્વારા હિસ્સેદારી વેચવામાં આવશે.

3 / 7
કંપની ફ્રેશ ઈશ્યૂથી મળનારી ₹1,300 કરોડ રૂપિયાની ચોખ્ખી આવકનો ઉપયોગ પોતાની નક્કી કરેલી યોજનાઓ મુજબ કરશે, જેના હેઠળ ₹125 કરોડ JSW One Distribution Ltd માં માર્કેટિંગ અને બ્રાન્ડ-બિલ્ડિંગ પ્રવૃત્તિઓ માટે રોકવામાં આવશે. ₹500 કરોડ JSW One Finance Ltd માં તેની મૂડીગત જરૂરિયાતો (કેપિટલ બેઝ) ને મજબૂત કરવા માટે લગાવવામાં આવશે. ₹350 કરોડ સુધીનો ઉપયોગ ટેકનોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મને અપગ્રેડ કરવામાં થશે. આ સિવાય બાકી રહેલી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

4 / 7
JSW One Platforms એક ઈન્ટિગ્રેટેડ ડિજિટલ B2B પ્લેટફોર્મ ચલાવે છે. તે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ને મેન્યુફેક્ચરિંગ તેમજ કન્સ્ટ્રક્શન સામગ્રી વેચતા વિક્રેતાઓ સાથે જોડે છે. 30 જૂન 2026 સુધીના બિઝનેસ આંકડા અનુસાર, કંપની પાસે 95,611 રજિસ્ટર્ડ ગ્રાહકો, 1,713 રજિસ્ટર્ડ સેલર્સ, 165 બ્રાન્ડ્સ, 6,963 નેટવર્ક એરિયા સર્વિસ પિનકોડ અને 81 લોજિસ્ટિક્સ પાર્ટનર્સનું મજબૂત નેટવર્ક છે. આ ઉપરાંત તેનું સંચાલન 12 કોન્ટ્રાક્ટ સર્વિસ સેન્ટર્સ અને 9 કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા થાય છે.

5 / 7
નાણાકીય વર્ષ 2026માં કંપનીએ પોતાની ટોપલાઇન (રજિસ્ટર રેવેન્યુ) માં શાનદાર ગ્રોથ નોંધાવ્યો છે. FY26 માં ઓપરેશન્સથી રેવેન્યુ 44.93% વધીને ₹5,743.39 કરોડ રહ્યો, જે FY25 માં ₹3,962.81 કરોડ હતો. સાથે જ નાણાકીય વર્ષ 2026માં GMV ઉછળીને ₹18,596.91 કરોડ (FY25 માં આ ₹12,564.84 કરોડ હતો) પહોંચી ગયો.

6 / 7
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Q1FY27) કંપનીનો રેવેન્યુ ₹1,642.45 કરોડ રહ્યો, જ્યારે આ દરમિયાન કંપનીને ₹14.21 કરોડનો ચોખ્ખો નફો (PAT) થયો. આ ત્રિમાસિક ગાળામાં GMV ₹5,949.73 કરોડ નોંધાયો હતો. 1Lattice ઇન્ડસ્ટ્રી રિપોર્ટ મુજબ, ભારતનો કુલ B2B વેપાર લગભગ 2 ટ્રિલિયન ડોલરનો છે. નાણાકીય વર્ષ 2026માં મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો એડ્રેસેબલ માર્કેટ સાઈઝ લગભગ ₹8.84 લાખ કરોડ અને કન્સ્ટ્રક્શન પ્રોડક્ટ્સનો માર્કેટ સાઈઝ આશરે ₹11.30 લાખ કરોડ અંદાજવામાં આવ્યો હતો. હાલમાં ભારતના મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ડિજિટલ B2B કોમર્સની પહોંચ માત્ર 3% ની આસપાસ છે. ટૂંકમાં, આવનારા સમયમાં ડિજિટાઈઝેશનની ઘણી સંભાવનાઓ રહેલી છે, જેનો સીધો ફાયદો આ કંપનીને મળી શકે છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

વિદેશી માર્કેટના નામે ETFs મા ‘મોટો ખેલ’! BSE ની આ કડક ચેતવણી બાદ હવે રોકાણકારોએ શું કરવું?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">