AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara Breaking: પગ દુખતા હોય તો ઘરે રહેવાય- વડોદરામાં VMC પદાધિકારીઓની કાર રોકાતાં DCP અને સ્ટેન્ડિંગ ચેરમેન આમને-સામને

Vadodara Breaking: “પગ દુખતા હોય તો ઘરે રહેવાય”- વડોદરામાં VMC પદાધિકારીઓની કાર રોકાતાં DCP અને સ્ટેન્ડિંગ ચેરમેન આમને-સામને

| Updated on: Sep 26, 2026 | 6:36 PM
Share

વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન કૃત્રિમ તળાવ પાસે VMC પદાધિકારીઓની ગાડી રોકવામાં આવતાં પોલીસ અને મનપા સામસામે આવી ગયા હતા. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષા વ્યાસ, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને મહિલા ડીસીપી વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

વડોદરામાં ગણેશ વિસર્જન દરમિયાન પાલિકાના પદાધિકારીઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં ઘર્ષણ થતાં વિવાદ વકર્યો છે. કૃત્રિમ તળાવ સુધી કોર્પોરેશનના નેતાઓની સરકારી ગાડી ન જવા દેવાતાં મહિલા ડીસીપી (DCP) મંજીતા વણજારાએ સવાલો ઉઠાવતા કહ્યું કે, રાઈનો પર્વત કેમ કરો છો?.. ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વર્ષા વ્યાસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષા વ્યાસે જણાવ્યું કે, કમર અને પગમાં દુખાવો હોવા છતાં કાર રોકાતાં તેમને પગપાળા જવું પડ્યું હતું. આ મામલે રજૂઆત કરતાં મહિલા ડીસીપીએ “પગ દુખતા હોય તો ઘરે રહેવું જોઈએ” તેવું કહેતાં મામલો બિચક્યો હતો.

બીજી તરફ, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે બચાવ કરતાં કહ્યું કે, કામના ભારણ અને બંદોબસ્તના તણાવમાં પીઆઈએ ગાડી રોકી હોઈ શકે છે. શાબ્દિક ટપાટપીને ગંભીર ન ગણવી જોઈએ અને તેઓ સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચર્ચા તેજ બની છે.

શું કોઈ પણ મંત્રી કે પદાધિકારી એટલા મોટા થઈ ગયા છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને આગળ નીકળી જાય અને પોતાના પદનો દુરુપયોગ કરે? જ્યારે પણ કોઈ અણબનાવ કે ઘટના બને છે ત્યારે ત્યાંના મેનેજમેન્ટ અને પોલીસને જ જવાબદાર ઠેરવવામાં આવે છે અને બીજાની ભૂલનો ભોગ તેમને બનાવી દેવાય છે, નહીં કે પોતાના પાવર અને હોદ્દાનો દુરુપયોગ કરીને ખોટા બહાના હેઠળ દલીલો કરતા આવા પદાધિકારીઓને. જ્યારે કાયદો અને વ્યવસ્થા સૌ માટે સમાન છે, ત્યારે તેનું પાલન કરવાની જવાબદારી પણ દરેકની એકસરખી જ બને છે; અને જ્યારે વ્યક્તિ પોતે કોઈ મોટા હોદ્દા પર બિરાજમાન હોય ત્યારે તેની જવાબદારીઓ સામાન્ય કરતાં પણ વધુ વધી જાય છે, તેવા સમયે આવા વર્તન કે વિવાદો બિલકુલ શોભા આપતા નથી, પછી ભલે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે કોઈ પણ મંત્રી કેમ ન હોય.

 

જતા-જતા ચોમાસાએ ખોલી તંત્રના વિકાસની પોલ, ગુજરાતના મહાનગરો બન્યા ‘ખાડાનગરી’, રસ્તા તૂટતાં પ્રજામાં રોષ –જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">