AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા મૃત્યુ પછી તમારા iPhone નો વારસદાર કોણ બનશે? Apple ના લેગસી કોન્ટેક્ટ ફીચરના નિયમો અને સેટ કરવાની રીત જાણો

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોનમાં અંગત ફોટા, ફાઇલો અને સંવેદનશીલ વિગતો સંગ્રહિત હોય છે. અત્યંત મજબૂત સુરક્ષા ધરાવતા iPhone ના માલિકના અવસાન પછી તેનો Apple Account ડેટા પરિવારને કઈ રીતે મળી શકે? એપલનું 'Legacy Contact' ફીચર શું છે, એક્સેસ કી શા માટે જરૂરી છે અને કયો ડેટા મળશે કે નહીં? વાંચો સંપૂર્ણ માર્ગદર્શિકા.

| Updated on: Sep 26, 2026 | 9:36 PM
Share
શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ગયા પછી તમારા ફોનમાં સંગ્રહિત અંગત ફોટા, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અન્ય ડિજિટલ વિગતોનું શું થશે? આજના સમયમાં સ્માર્ટફોન માત્ર કોલિંગ કે મેસેજિંગ પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તેમાં આપણી જિંદગી સાથે જોડાયેલી અનેક ખાનગી અને અત્યંત મહત્વપૂર્ણ બાબતો સેવ હોય છે.

1 / 9
ખાસ કરીને iPhone ની વાત કરીએ તો તેની સુરક્ષા વ્યવસ્થા ઘણી ચુસ્ત અને અત્યાધુનિક હોય છે. ફોનમાં પાસકોડ, Face ID અને અન્ય સિક્યોરિટી ફીચર્સ દ્વારા ખાનગી માહિતીને સુરક્ષિત રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આઈફોન વાપરનાર વ્યક્તિનું અચાનક અવસાન થાય, તો તેના Apple Account અને તેમાં રહેલા ડેટા સુધી પરિવાર કે કોઈ વિશ્વાસુ વ્યક્તિ કેવી રીતે પહોંચી શકે? એપલે આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Legacy Contact ફીચર ઉપલબ્ધ કરાવ્યું છે. આની મદદથી યુઝર પોતાના જીવનકાળ દરમિયાન જ કોઈ વિશ્વાસુ વ્યક્તિને નોમિની તરીકે પસંદ કરી શકે છે, જેને તેના મૃત્યુ પછી એપલ એકાઉન્ટના ચોક્કસ ડેટાનો એક્સેસ મળી શકે.

2 / 9
શું છે Apple નું Legacy Contact ફીચર? લેગસી કોન્ટેક્ટનો સીધો અર્થ એ છે કે તમે પહેલેથી જ એવી વ્યક્તિની પસંદગી કરો છો જે તમારા અવસાન બાદ તમારા Apple Account સાથે જોડાયેલી માહિતી મેળવી શકે. આ સુવિધા iOS 15.2, iPadOS 15.2 અને macOS 12.1 કે તેના પછીના અપડેટેડ વર્ઝનમાં ઉપલબ્ધ છે. યુઝર પોતાના પરિવારના કોઈ સભ્ય કે વિશ્વાસુ મિત્રને લેગસી કોન્ટેક્ટ તરીકે ઉમેરી શકે છે.

3 / 9
આ માટે એપલ એક Unique Access Key આપે છે. આ એક્સેસ કીનો ઉપયોગ મૂળ યુઝરના મૃત્યુ પછી જ થઈ શકે છે. જ્યારે લેગસી કોન્ટેક્ટ તરીકે પસંદ થયેલી વ્યક્તિ ડેટા મેળવવા માટે એપલ સમક્ષ વિનંતી કરશે, ત્યારે તેણે માન્ય સરકારી દસ્તાવેજો (જેમ કે ડેથ સર્ટિફિકેટ) સાથે આ Access Key પણ જમા કરાવવી પડશે. અર્થાત્, ફક્ત નામ ઉમેરાઈ જવાથી કોઈને તરત જ ડેટા મળતો નથી; એપલની સત્તાવાર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ માન્ય ડેટા સુધી પહોંચ આપવામાં આવે છે.

4 / 9
Legacy Contact ને કયો-કયો ડેટા મળી શકે? લેગસી કોન્ટેક્ટને Apple Account માં રહેલા ચોક્કસ ડેટાનો જ એક્સેસ મળે છે. તેનો અર્થ એવો બિલકુલ નથી કે તેને આખા એકાઉન્ટનો પ્રત્યેક હિસ્સો મળી જશે. એપલની પોલિસી હેઠળ અત્યંત સંવેદનશીલ વિગતો અને ખરીદેલા કન્ટેન્ટનો એક્સેસ આપવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે:-

5 / 9
યુઝરના સુરક્ષિત રાખેલા પાસવર્ડ્સ (iCloud Keychain).: સબસ્ક્રિપ્શન લીધેલું કે ખરીદેલું મીડિયા કન્ટેન્ટ (જેમ કે ફિલ્મો, સંગીત કે એપ્સ). આથી આ સુવિધાને આઈફોનનો પાસકોડ જાણી લેવા કે ફોનનું લૉક તોડી નાખવા સમાન ન ગણવી જોઈએ. લેગસી કોન્ટેક્ટનો વાસ્તવિક હેતુ યુઝરના મૃત્યુ બાદ તેના મહત્ત્વપૂર્ણ ડિજિટલ ડેટાને નિયત સરકારી અને ટેકનિકલ પ્રક્રિયા દ્વારા સંભાળવાની સુવિધા આપવાનો છે.

6 / 9
iPhone કે iPad માં Legacy Contact કેવી રીતે સેટ કરવું? જો તમે અગાઉથી લેગસી કોન્ટેક્ટ સેટ કરવા માંગતા હોવ, તો આ સરળ સ્ટેપ્સ અનુસરો: સૌથી પહેલાં તમારા ડિવાઇસનું Settings ઓપન કરો. સૌથી ઉપર તમારા નામ અથવા Apple Account પર ટેપ કરો. ત્યાર બાદ Sign-In & Security વિકલ્પમાં જાઓ. હવે નીચે આપેલા Legacy Contact વિકલ્પ પર ક્લિક કરો. Add Legacy Contact પર ટેપ કરો. Face ID, Touch ID અથવા ડિવાઇસના પાસકોડ વડે તમારી ઓળખ કન્ફર્મ કરો. હવે તમે જે વિશ્વાસુ વ્યક્તિને પસંદ કરવા માંગો છો તેને લેગસી કોન્ટેક્ટ તરીકે એડ કરો. સેટઅપ પૂર્ણ થયા પછી એપલ તરફથી મળતી Access Key ને પ્રિન્ટ કરીને કે સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવી અનિવાર્ય છે, કારણ કે ભવિષ્યમાં ડેટા ક્લેઇમ કરતી વખતે તેની જરૂર પડશે.

7 / 9
Mac માં Legacy Contact કેવી રીતે સેટ કરવું? જો તમે Mac કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ કરો છો, તો ત્યાંથી પણ આ સેટિંગ કરી શકાય છે: સ્ક્રીન પર સૌથી ઉપર આપેલા Apple Menu પર ક્લિક કરી System Settings માં જાઓ. તમારા Apple Account પર ક્લિક કરી Sign-In & Security સેક્શન ખોલો. અહીં Legacy Contact નો વિકલ્પ જોવા મળશે. Add Legacy Contact સિલેક્ટ કરીને માંગવામાં આવેલી માહિતી ભરો. Touch ID અથવા તમારા પાસવર્ડ દ્વારા પોતાની ઓળખ કન્ફર્મ કરી પ્રક્રિયા પૂર્ણ કરો.

8 / 9
શું Legacy Contact ને તરત જ તમારો ડેટા મળી જાય છે? ના, બિલકુલ નહીં. કોઈ વ્યક્તિને માત્ર લેગસી કોન્ટેક્ટ બનાવી દેવાથી તે તમારા જીવનકાળ દરમિયાન તમારા Apple Account નો કોઈપણ ડેટા જોઈ શકતી નથી. મૂળ યુઝરના નિધન બાદ જ એપલની નિર્ધારિત કાનૂની અને વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરવી પડે છે, જેમાં કાનૂની મૃત્યુ પ્રમાણપત્ર (Death Certificate) અને એપલની યુનિક એક્સેસ કી અનિવાર્ય છે. આ ફીચર ખાસ કરીને મૃત્યુ પછી જ ડિજિટલ ડેટા યોગ્ય અને વિશ્વસનીય હાથોમાં સોંપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

9 / 9

Tata Aeris vs Maruti Suzuki Dzire vs Hyundai Aura: એન્જિન, પાવર, CNG, ગિયરબોક્સ અને તમામ ફીચર્સની વિગતવાર સરખામણી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">