AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જ્યાં ગુજરાતીઓ વધારે વસે છે તેવા જોહાનિસબર્ગમાં થયું ફાયરિંગ, 27ના મોત 15 લોકો ઈજાગ્રસ્ત

સાઉથ આફ્રિકાના ગૌતેંગ વિસ્તારમાં એક બારમાં 8 હુમલાખોરેએ તાબડતોડ ફાયરિંગ કર્યું હતુ. આ ઘટનામાં અંદાજે 27 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમને જણાવી દઈએ કે, જોહાનિસબર્ગમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં રહે છે.

Breaking News :  જ્યાં ગુજરાતીઓ વધારે વસે છે તેવા જોહાનિસબર્ગમાં થયું ફાયરિંગ, 27ના મોત 15 લોકો ઈજાગ્રસ્ત
Image Credit source: whisk photo
| Updated on: Sep 27, 2026 | 12:58 PM
Share

સાઉથ આફ્રિકામાં શનિવારની સાંજે ગોળીબારમાં એક મોટી ઘટના સામે આવી છે. દેશના ગૌતેંગ વિસ્તારમાં જોહાનિસબર્ગમાં દક્ષિણ-પશ્ચિમ સ્થિત વેડેલા ટાઉનશિપમાં ગોળીબારની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનામાં અંદાજે 27 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની સાંજે અંદાજે 9:30 કલાકે બની હતી. મૃત્યુ પામનારમાં 4 મહિલાઓ પણ સામેલ છે.

પોલીસે જણાવ્યું હતું કે આઠ અજાણ્યા હુમલાખોરો બારમાં આવ્યા હતા. તેમણે પહેલા બહાર દારૂ પી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ તેઓ ટેવર્નમાં પ્રવેશ્યા અને અંદર રહેલા અન્ય લોકો પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરો AK-47 રાઈફલ અને પિસ્તોલથી સજ્જ હતા.

હજુ સુધી કોઈની ધરપકડ નહી

પોલીસે હુમલાખોરની શોધખોળ શરુ કરી છે.પરંતુ અત્યારસુધી કોઈ પણ આરોપીની ધરપકડ થઈ નથી. પોલીસે હુમલાખોરની ઓળખ અને ઠેકાણાની શોધખોળ કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ સાથે લોકોને અપીલ કરી છે કે, જો કોઈ તેની પાસે ઘટના અથવા હુમલાખોરો સાથે જોડાયેલી કોઈ જાણકારી હોય તો પોલીસને આપે.ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ઇમરજન્સી મેડિકલ સર્વિસ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

હુમલાનું કારણ અકબંધ

હાલમાં ગોળીબારનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, હુમલાખોરોએ લોકોને કેમ નિશાને બનાવ્યા છે. પોલીસ તપાસમાં હુમલાખોરોની તપાસ હજુ ચાલું છે. હુમલાખોરો AK-47 થી સજ્જ હતા.

Breaking News : મનોજ તિવારીની દીકરી પર ગુસ્સે થયો સલમાન ખાન, રીતિ તિવારીએ આખા દેશની માફી માંગી, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">