વૈભવ સૂર્યવંશી પાસે છે કરોડોની કિંમતની કાર, છતાં તે ચલાવી શકતો નથી, આ છે કારણ
IPL 2025માં આક્રમક બેટિંગથી ધમાલ મચાવનાર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને ટુર્નામેન્ટમાં બે લક્ઝરી કાર મળી હતી. પરંતુ તેમ છતાં તે આ કાર ચલાવી શકતો નથી. શું તમે આ પાછળનું કારણ જાણો છો? ચાલો તમને જણાવીએ કે વૈભવ સૂર્યવંશી કાર કેમ ચલાવી શકતો નથી.

IPL ઓક્શન અને ત્યારબાદ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચથી જ સતત હેડલાઈનમાં રહેલો વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટનો યુવા સુપર સ્ટાર બની ગયો છે. IPL 2025માં તેને ખૂબ લોકપ્રિયતા અને સફળતા મળી, સાથે જ તેને બે શાનદાર કાર પણ ગિફ્ટમાં મળી હતી. પણ તે આ કારને ચલાવી શકતો નથી.

વૈભવ સૂર્યવંશી માત્ર 14 વર્ષનો છે અને તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નથી. જેના કારણે તે હાલમાં કોઈ વાહન ચલાવી શકતો નથી. કારણ કે ભારતમાં ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની ઉંમર 18 વર્ષ છે. આવી સ્થિતિમાં, વૈભવને કાર ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે રાહ જોવી પડશે.

વૈભવને IPL 2025માં કુલ બે કાર મળી હતી. આ બંને કાર વૈભવને તેના શાનદાર પ્રદર્શન માટે એવોર્ડમાં આપવામાં આવી હતી. એક કાર Tata Curvv EV છે અને બીજી કાર છે Mercedes-Benz.

Tata Curvv EVના ટોપ સ્પેક વેરિઅન્ટની કિંમત 17.49 લાખ (એક્સ-શોરૂમ) છે. આ SUV એક જ ચાર્જ પર 585 કિમીની રેન્જ આપે છે. આ EV બે બેટરી પેકથી સજ્જ છે. તેમાં લેવલ-2 ADAS, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ અને ઘણી શાનદાર સુવિધાઓ છે.

મર્સિડીઝ-બેન્ઝ એક એવું નામ છે જે સાંભળતા જ લક્ઝરીનો અહેસાસ કરાવે છે. આ કારમાં તમને ઘણી શાનદાર ટેક્નોલોજી મળે છે. આ સાથે, તે સલામતીથી પણ સજ્જ છે. ભારતમાં મર્સિડીઝ-બેન્ઝ C-ક્લાસની કિંમત 59.40 લાખ, E-ક્લાસની કિંમત 76.25 લાખ અને GLSની કિંમત 1.13 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. (All Photo Credit : PTI / X)
IPL 2025માં ધમાલ મચાવનાર વૈભવ સૂર્યવંશી હાલ ઈંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. વૈભવ સૂર્યવંશી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
