ICC U19 World Cup: કેપ્ટન યશ ઢૂલથી લઈને રાજ-રશીદ સુધી… તે 7 હીરો જેમણે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું

ભારતીય ટીમ (Team India) આખી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી, જ્યારે ભારતીય બોલરોએ કોઈપણ ટીમને 200 રનનો આંકડો પાર કરવા દીધો ન હતો. એટલે કે ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં ઘણા સ્ટાર્સનો ફાળો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 8:40 AM
ભારતે 2022માં 2020ની ફાઈનલની નિરાશાને ભૂંસી નાખી. યશ ઢૂલની આગેવાની હેઠળની ભારતીય ટીમે ICC અંડર-19 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવીને રેકોર્ડ પાંચમી વખત વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. પ્રથમ મેચથી ફાઈનલ સુધી ભારતની હારના ઘણા હીરો હતા. ટીમને ચેમ્પિયન બનાવનાર કેટલાક મુખ્ય ખેલાડીઓ પર એક નજર

1 / 5
રાજ અંગદ બાવા આ ટુર્નામેન્ટમાં ભારતના સૌથી મોટો સ્ટાર સાબિત થયો. 19 વર્ષીય ઓલરાઉન્ડરે ફાઇનલમાં 5 વિકેટ લઈને ઈંગ્લેન્ડને સસ્તામાં સમેટી લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ત્યારબાદ 35 રનની ઈનિંગ રમીને જીતનો માર્ગ સરળ બનાવ્યો હતો. આટલું જ નહીં સમગ્ર ટુર્નામેન્ટમાં રાજ બાવાએ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તે 5 ઇનિંગ્સમાં 252 રન સાથે ભારતનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોરર હતો. આ સાથે તેણે 9 વિકેટ પણ લીધી હતી. બાવાએ યુગાન્ડા સામે અણનમ 162 રન બનાવ્યા, જે અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર છે.

2 / 5
એક કેપ્ટન અને બેટ્સમેન તરીકે ભારતની જીતમાં યશ ઢુલનો પણ મોટો ફાળો હતો. યશ ઢુલ કોરોના સંક્રમણને કારણે બે મેચ રમી શક્યો ન હતો, પરંતુ તેમ છતાં તે ટીમના સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેનોમાંનો એક રહ્યો. બોલરોના સારા ઉપયોગના આધારે તેણે વિરોધીઓને મોટો સ્કોર બનાવવા દીધો ન હતો. ત્યારબાદ 4 ઇનિંગ્સમાં 229 રન બનાવ્યા જેમાં એક સદી અને એક અડધી સદી સામેલ છે. ઓસ્ટ્રેલિયા સામે તેની 110 રનની ઇનિંગ હંમેશા યાદગાર રહેશે. અંડર-19 વર્લ્ડ કપમાં સદી ફટકારનાર વિરાટ કોહલી અને ઉન્મુક્ત ચંદ પછી તે માત્ર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો હતો.

3 / 5
ભારતીય બોલરોના કારણે આ ટુર્નામેન્ટ સૌથી ખાસ હતી. તમામ બોલરો સતત વિકેટ લેતા હતા. ભારતીય બોલરોમાં સ્પિનર ​​વિકી ઓસ્તવાલ સૌથી આગળ હતો. તેણે 6 મેચમાં 12 વિકેટ લીધી હતી. તે જ સમયે ઝડપી બોલર રવિ કુમારે પણ જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. લીગ મેચોમાં શાંત દેખાતા ડાબા હાથના પેસરે ફાઈનલ સહિત ત્રણેય નોકઆઉટ મેચોમાં પાયમાલી મચાવી હતી. તેણે ફાઇનલમાં 4 વિકેટ સહિત 6 ઇનિંગ્સમાં 10 વિકેટ લીધી હતી.

4 / 5
ટીમના ઓપનર અંગક્રિશ રઘુવંશીએ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. અંગક્રિશે ફાઇનલમાં બેટિંગ કરી ન હતી, પરંતુ તેણે બાકીની ટુર્નામેન્ટમાં ટીમ માટે સારી શરૂઆત કરી હતી. આ ઓપનરે 6 ઇનિંગ્સમાં એક સદી અને અડધી સદીની મદદથી 278 રન બનાવ્યા હતા. આ સાથે જ ટીમના વાઈસ કેપ્ટન શેખ રશીદે પણ સેમીફાઈનલ અને ફાઈનલમાં મહત્વની ઈનિંગ્સ રમી હતી. રાશિદે 4 મેચમાં 201 રન બનાવ્યા જેમાં બે અડધી સદી સામેલ છે. ફાઈનલમાં નિશાંત સિંધુએ અણનમ અડધી સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને ટાઈટલ સુધી પહોંચાડ્યું હતું. સિંધુએ 5 ઇનિંગ્સમાં 140 રન બનાવ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">