ફક્ત 100 રૂપિયામાં સ્ટેડિયમમાં બેસી જુઓ ટીમ ઈન્ડિયાની મેચ, T20 સિરીઝ માટે ખાસ ઓફર
T20 વર્લ્ડ કપની તૈયારીમાં જોડાયેલ ભારતીય ટીમ ગુરુવારથી અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 સિરીઝમાં ભાગ લેશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી T20 મેચ પંજાબના મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. જેના માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ મેચ પહેલા પંજાબ ક્રિકેટ એસોસિએશને દર્શકો માટે ખાસ ઓફરની જાહેરાત કરી છે.

100 રૂપિયાની સૌથી સસ્તી ટિકિટ: મોહાલીમાં પહેલી T20 મેચ સ્ટેડિયમમાં જોવા માંગતા ફેન્સ માટે પંજાબ ક્રિકેટ એસોસિએશને જોરદાર જાહેરાત કરી છે. તેમણે મોહાલીમાં T20 મેચની ટિકિટની પ્રાઈઝમાં જોરદાર છૂટી આપી છે. આ મેચની સૌથી સસ્તી ટિકિટની પ્રાઈઝ માત્ર 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ફક્ત વિદ્યાર્થીઓ માટે છે ઓફર: મોહાલીમાં રમાનાર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પહેલી T20 મેચમાં પંજાબ ક્રિકેટ એસોસિએશને જે 100 રૂપિયાની ટિકિટની જાહેરાત કરી છે એ ઓફર ફક્ત વિદ્યાર્થીઓ માટે જ રાખવામાં આવી છે. ફક્ત વિદ્યાર્થીઓને જ 100 રૂપિયામાં ટિકિટ મળી શકશે.

સૌથી મોંઘી ટિકિટની પ્રાઈઝ 10 હજાર: સૌથી સસ્તી ટિકિટ 100 રૂપિયા છે, પરંતુ સૌથી મોંધી ટિકિટની પ્રાઈઝ તેનાથી 100 ઘણી મોંઘી છે. મોહાલીમાં રમાનાર T20 મેચની સૌથી મોંઘી ટિકિટની પ્રાઈઝ 10 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

સ્ટેડિયમ હાઉસ ફૂલ રહેશે તેવી આશા: વર્લ્ડ કપ પહેલાની આ એકમાત્ર આંતરરાષ્ટીય T20 સિરીઝ હોવાથી મોહાલીમાં ગુરુવારે આખું સ્ટેડિયમ ફૂલ રહેશે તેવી શક્યતા છે. આ સિવાય પંજાબ ક્રિકેટ એસોસિએશનની ઓફરના કારણે પણ સ્ટેડિયમ હાઉસ ફૂલ રહેશે તેવી શક્યતા છે.

વિરાટ-રોહિતની કદાચ છેલ્લી સિરીઝ: વિરાટ કોહલી અને રોહિત શર્માની મોહાલીમાં આ કદાચ ભારત તરફથી છેલ્લી T20 મેચ હોય શકે છે. બંને સિનિયર ખેલાડીઓ આ T20 સિરીઝ, બાદમાં IPL અને ત્યારબાદ વર્લ્ડ કપમાં રમી T20 ફોર્મેટને અલવિદા કહેશે તેવી શક્યતા છે.
