આ સિંગરની દુલ્હન બનશે મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના, જુઓ ફોટો
ભારતીય ટીમની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના ટુંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાય શકે છે. આની જાણકારી તેમણે તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ પલાશ મુચ્છલે આપી છે.

સ્મૃતિ મંધાનાની ગણતરી ભારતના બેસ્ટ ક્રિકેટરોમાં થાય છે. તેમણે પોતાના દમ પર અનેક મેચમાં ભારતીય ટીમને જીત અપાવી છે. તેનામાં કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા છે. તે ટૂંક સમયમાં સંગીતકાર અને દિગ્દર્શક પલાશ મુચ્છલ સાથે લગ્ન કરશે, અને પલાશે આ અંગે એક નિવેદન પણ બહાર પાડ્યું છે.

સ્મૃતિ મંધાના હાલમાં ભારતીય ટીમની સાથે મહિલા વર્લ્ડકપ 2025માં ભાગ લઈ રહી છે. જેમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે 19 ઓક્ટોબરથી શરુ થશે. આ પહેલા પલાશ મુચ્છલે સાર્વજનિક રુપે પોતાના સંબંધોની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું કે, તે ટુંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. સ્મૃતિ મંધાના વિશે વાત કરતા તેમણે કહ્યું તે ટુંક સમયમાં ઈન્દોરની વહુ બનશે. બસ આટલું કહેવા માંગુ છું કે, મે તમને હેડલાઈન આપી દીધી છે.

પલાશ મુચ્છલે ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી મેચ માટે શુભકામના પણ આપી છે. તેમણે કહ્યું મારી શુભકામના ભારતીય કેપ્ટન હરમનપ્રી કૌર અને સ્મૃતિ મંધાના સાથે છે. અમે હંમેશા ઈચ્છીએ કે, ભારતીય ક્રિકેટ ટીમ દરેક મેચ જીતે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતીય ટીમને આ મેચ જીતવી ખુબ જરુરી છે.

સ્મૃતિ મંધાના ભારતીય ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટમાં રમી ચૂકી છે. તેમણે અત્યારસુધી ભારત માટે 7 ટેસ્ટમાં 629 રન, 112 વનડે મેચ 5022 રન અને 153 રટી20 ઈન્ટરનેશનલ મેચમાં કુલ 3982 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં તેના નામે કુલ 16 અડધી સદી પણ છે.

મહિલા વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમે અત્યારસુધી કુલ 4 મેચ રમી છે. જેમાંથી 2માં જીત મેળવી છે અને 2 મેચમાં હાર મળી છે. હાલમાં તે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
16 વર્ષમાં જે વિરાટ કોહલી ન કરી શક્યો તે કરી દેખાડ્યું આવો છે ચેમ્પિયનનો પરિવાર આવો છે પરિવાર
