સોશિયલ મીડિયાની એક રિકવેસ્ટે જીંદગી બદલી ગઈ, આઈપીએલમાં કરે છે રનનો ઢગલો
સંજુ સેમસન ભારતીય ક્રિકેટ ટીમનો બેટ્સમેન છે. સંજુ વિકેટકીપર પણ છે જે કેરળ તરફથી ઘરેલુ ક્રિકેટમાં રમી ચૂકય્યો છે. સંજુ સેમસન ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન છે.

સંજુ સેમસન વિકેટ-કીપર બેટ્સમેન છે, પરંતુ ભારતીય ટીમમાં કઠિન સ્પર્ધાના કારણે પહેલા તેને એટલી તકો મળી ન હતી. જોકે સંજુએ નાની ઉંમરમાં જ ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. ગુરુવારે રમાયેલી સાઉથ આફ્રિકા સામેની મેચમાં પણ સંજુ સેમસનની શાનદાર ઈનિગ્સ રહી હતી.

સંજુ સેમસને સાઉથ આફ્રિકા સામે શાનદાર ઇનિંગ રમી છે. તેણે શાનદાર સદી ફટકારી છે. વનડે ક્રિકેટમાં આ તેની પ્રથમ સદી છે.સંજુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર કેરળ રાજ્યનો પ્રથમ ખેલાડી બન્યો છે.તેણે 110 બોલમાં પોતાની સદી પૂરી કરી છે.

સંજુ વિશ્વનાથ સેમસનનો જન્મ 11 નવેમ્બર 1994ના રોજ કેરળમાં થયો છે. સંજુ સેમસનનું આખું નામ સંજુ વિશ્વનાથ સેમસન છે. તેના પિતાનું નામ સેમસન વિશ્વનાથ છે, જે એક પોલીસ ઓફિસર તેમજ પૂર્વ ફુટબોલર હતા. તેની માતાનું નામ લીજી વિશ્વનાથ છે. તેના માતા પિતાએ સંજુને ક્રિકેટ રમવા માટે ખુબ જ સપોર્ટ કર્યો છે.

સંજુ સેમસનને એક ભાઈ પણ છે જેનું નામ સેલી સેમસન છે. સંજુ સેમસન અને તેના ભાઈએ તેમનું બાળપણ દિલ્હીની પોલીસ કોલોનીમાં પસાર કર્યું છે.સેમસને કેરળ ક્રિકેટ સ્ટેટ ટીમની અંડર-16 અને અંડર-19 ટીમોની કેપ્ટનશિપ પણ કરી હતી. 2010માં, સેમસને અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી સાઉથ ઝોનમાં ગોવા સામે કેરળ તરફથી રમતી વખતે બેવડી સદી ફટકારી હતી.

સ્થાનિક ક્રિકેટમાં સંજુ સેમસનના શાનદાર પ્રદર્શનને કારણે ઓગસ્ટ 2014માં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે બેકઅપ વિકેટકીપર તરીકે તેની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તેને સિરીઝમાં રમવાની કોઈ તક મળી ન હતી.2015માં ઝિમ્બાબ્વે પ્રવાસ માટે પસંદગી થઈ. તેણે ઝિમ્બાબ્વે સામેની બીજી T20માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

સંજુ સેમસને 23 જુલાઇ 2021 ના રોજ શ્રીલંકા સામે ભારત માટે તેનું ODI ડેબ્યૂ કર્યું હતુ, જેમાં તેણે 46 બોલમાં 46 રન બનાવ્યા હતા. આ પછી તેને દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં રમવાની તક મળી.

સંજુ સેમસને રણજી ટ્રોફીમાં તેના પ્રભાવશાળી પ્રદર્શનથી IPL ફ્રેન્ચાઇઝી ટીમોનું ધ્યાન આકર્ષિત કર્યું. IPL 2012માં સંજુ કોલકાતા નાઈટ રાઈડર્સ તેને ખરીદ્યો હતો પરંતુ રમવાની તક મળી ન હતી. અને 2013ની સીઝન પહેલા તેને રીલીઝ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રાજસ્થાન રોયલ્સે તેને ટીમમાં લીધો હતો.તેણે રાજસ્થાન માટે 14 એપ્રિલ 2013ના રોજ કિંગ્સ ઈલેવન પંજાબ સામે આઈપીએલની શરૂઆત કરી હતી.

ત્યારબાદ આઈપીએલમાં દિલ્હીની ટીમમાં સામેલ થયો.જાન્યુઆરી 2018માં રાજસ્થાન ફ્રેન્ચાઈઝી આઈપીએલમાં પરત ફરી અને આઈપીએલની હરાજીમાં સેમસનને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો. IPL 2021 માટે સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સેમસનની કપ્તાની હેઠળ રાજસ્થાનની ટીમે IPL 2022ની સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને રનર અપ રહી હતી. બસ હવે સંજુસેમસન રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન છે.

ત્યારબાદ આઈપીએલમાં દિલ્હીની ટીમમાં સામેલ થયો.જાન્યુઆરી 2018માં રાજસ્થાન ફ્રેન્ચાઈઝી આઈપીએલમાં પરત ફરી અને આઈપીએલની હરાજીમાં સેમસનને 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો. IPL 2021 માટે સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. સેમસનની કપ્તાની હેઠળ રાજસ્થાનની ટીમે IPL 2022ની સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને રનર અપ રહી હતી. બસ હવે સંજુસેમસન રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન છે.

2018માં સંજુ સેમસને પોતાની ગર્લફેન્ડ ચારુલતા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 22 ડિસેમ્બર 2018ના રોજ કોવલમમાં લગ્ન કર્યા હતા. સંજુ સેમસન ખ્રિસ્તી છે, જ્યારે ચારુલતા હિંદુ નાયર છે. ચારુલતા સેમસનની ક્લાસમેટ હતી. બંને માર ઇવાનિયોસ કોલેજમાં સાથે ભણતા હતા, પરંતુ તેમની લવ સ્ટોરી ફેસબુક ચેટથી શરૂ થઈ હતી.

































































