5 ભારતીય બેટ્સમેનોને આઉટ કરનાર દિલશાન મદુશંકાએ 10ની જગ્યાએ 11 ઓવર ફેંકી ! જાણો કારણ
વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમના 5 બેટ્સમેનોને આઉટ કરીને મદુશંકા વર્લ્ડ કપ 2023માં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે હમણા સુધી 7 મેચમાં 6.41ની ઈકોનોમી રેટથી 18 વિકેટ લીધી હતી. તેણે 1 વાર 5 વિકેટ હોલ અને 1 વાર 4 વિકેટ હોલ લીધી છે.

આજે 10 ઓવરમાં મદુશંકાએ 80 રન આપીને 5 ભારતીય બેટ્સમેનોને પોતાના શિકાર બનાવ્યા હતા. તેણે આ દરમિયાન 6 વાઈડ બોલ ફેંક્યા. એટલે કહી શકાય કે મદુશંકાએ વધુ એક ઓવર કરવી પડી.

મદુશંકાએ શુભમન ગિલને 92 રન, વિરાટ કોહલીને 88 રન અને રોહિત શર્માને 4 રન, સૂર્યકુમાર યાદવને 12 રન અને શ્રેયસ અય્યરને 88 રનના સ્કોર પર આઉટ કર્યા હતા.

23 વર્ષના મદુશંકાએ વર્ષ 2023માં ભારતીય ટીમ સામે જ વનડે કરિયરની શરુઆત કરી હતી.

વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમના 5 બેટ્સમેનોને આઉટ કરીને મદુશંકા વર્લ્ડ કપ 2023માં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે હમણા સુધી 7 મેચમાં 6.41ની ઈકોનોમી રેટથી 18 વિકેટ લીધી હતી. તેણે 1 વાર 5 વિકેટ હોલ અને 1 વાર 4 વિકેટ હોલ લીધો છે.

તેના કરિયરમાં તેણે 13 મેચમાં 28 વિકેટ ઝડપી છે. તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નેધરલેન્ડ સામે 49 રન આપીને 4 વિકેટ લેવાનું હતુ.