IPL 2023 Auction: મંયક અગ્રવાલ સૌથી મોંઘો ભારતીય ખેલાડી, જાણો ટોપ-5 માં કોણ છે સામેલ
IPL Auction માં સૌથી મોંઘો ખેલાડી સેમ કુરન રહ્યો છે. ભારતીય ખેલાડીઓ પર પણ ખૂબ પૈસા વરસ્યા છે. મંયક અગ્રવાલ અને શિવમ માવી પર પણ ખૂબ પૈસા વરસ્યા છે.

આઈપીએલની આગામી સિઝન માટે કોચીમાં મીની ઓક્શન યોજાયુ છે. જ્યાં દેશી અને વિદેશી ખેલાડીઓ પર ખૂબ પૈસા વરસ્યા છે. આ દરમિયાન સૌથી મોંઘો ખેલાડી સેમ કુરન રહ્યો છે. જોકે સૌથી મોંઘા ભારતીય ખેલાડી કોણ રહ્યા તો ટોપ-5 ની યાદી અહીં દર્શાવી રહ્યા છે. મયંક અગ્રવાલ સૌથી મોંઘો ભારતીય રહ્યો છે.

ગત સિઝનમાં પંજાબ કિંગ્સનુ સુકાન મયંક અગ્રવાલ સંભાળી રહ્યો હતો. જોકે તે આ વખતે પંજાબ નહીં પરંતુ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતો જોવા મળશે. હૈદરાબાદ દ્વારા 8.25 કરોડ રુપિયા અગ્રવાલને પોતાની સાથે જોડવા માટે ખર્ચ કરવામાં આવ્યા છે. હૈદરાબાદની આ બોલીએ તેને ઓક્શનનો સૌથી મોંઘો ભારતીય ખેલાડી ઓક્શનમાં બનાવ્યો હતો.

શિવમ માવી. આ નામ આજે ઓક્શનમાં ખૂબ ચર્ચામાં રહ્યુ છે. આ નામ હવે ગુજરાત ટાઈટન્સની ટીમમાં સામેલ છે. તે મોંઘા ભારતીય ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને છે. તેને 6 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આ પહેલા માવી કોલકાતા નાઈટ રાઈડર્સનો હિસ્સો હતો અને તેને રિટેન કરવામાં આવ્યો નહોતો.

દિલ્લી કેપિટલ્સ દ્વારા મુકેશ કુમાર પાછળ રુપિયા સાડા પાંચ કરોડ ખર્ચ કર્યા છે. મુકેશ આ યાદીમાં ત્રીજો મોંઘો ભારતીય ખેલાડી છે. મુકેશ ઝડપી બોલર છે.

જમ્મુ કાશ્મિરના ઓલરાઉન્ડર વિવરાંત શર્માને સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાની સાથે જોડ્યો છે. આ માટે હૈદરાબાદે રુપિયા 2.60 કરોડ ખર્ચ કર્યા છે. શર્મા પહેલાથી જ કેટલીક ફ્રેન્ચાઈઝીઓની નજરમાં હતો, કે તેને પોતાની સાથે જોડી શકાય. કોલકાતાએ પણ આ પ્રયાસ કર્યો હતો પરંતુ હૈદરાબાદે બાજી મારી હતી.

મનીષ પાંડે કે જેમે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ખાસ કમાલને લઈ યાદ છે. તે પ્રથમ ભારતીય છે કે, જેણે આઈપીએલમાં સૌથી પહેલા સદી નોંધાવી હતી. મનીષ પાંડે હવે દિલ્લીની ટીમનો હિસ્સો છે. આ માટે દિલ્લીએ તેની પાછળ 2.40 કરોડ રુપિયા ખર્ચ કર્યા છે. જે પહેલા લખૌનની ટીમ સાથે હતો.