પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફની પત્ની પૂજા યાદવ ખુબ જ ગ્લેમરસ છે, જુઓ ફોટો
મોહમ્મદ કૈફ તેની શાનદાર ફિલ્ડિંગ માટે જાણીતો હતો, પરંતુ 2002 માં, તેણે ટીમ ઈન્ડિયાને લોર્ડ્સમાં ઐતિહાસિક જીત અપાવી, જે ક્રિકેટની સૌથી અદભૂત જીતમાંની એક હતી. જે આજે પણ સૌ કોઈ યાદ કરે છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે પુજા યાદવ સાથે 26 માર્ચ 2011ના રોજ લગ્ન કર્યા હતા. બંન્ને અંદાજે 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી ત્યારબાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. મોહમ્મદ કૈફે તેમના લગ્નમાં અંગત લોકોને જ બોલાવ્યા હતા.

કૈફની પત્ની પુજા જર્નલિસ્ટ તરીકે કામ કરે છે.બંન્નેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. કૈફ સાથે લગ્ન કર્યા બાદ પુજા લાઈમલાઈટથી દુર જ રહે છે. આ કપલને એક પુત્ર કબીર અને એક પુત્રી છે.

કૈફ ક્રિકેટ મેચમાં કોમેન્ટ્રી કરે છે. સાથે સાથે તે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનો ફીલ્ડિંગ કોચ પણ છે. મોહમ્મદ કૈફે ભારતીય ટીમ માટે 13 ટેસ્ટ અને 125 વનડે મેચ રમી છે. તેમણે આઈપીએલમાં પણ 29 મેચ રમી છે.

પૂજા કૈફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની સુંદર અને ગ્લેમરસ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. સુંદરતાની બાબતમાં પૂજા બોલીવુડની ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

માત્ર કૈફ જ નહીં તેના પિતા અને ભાઈ પણ ક્રિકેટર છે. પિતા રેલ્વે અને ઉત્તર પ્રદેશ ક્રિકેટ ટીમમાં હતા. તે જ સમયે તેનો ભાઈ પણ ઉત્તર પ્રદેશ તેમજ મધ્ય પ્રદેશની ક્રિકેટ ટીમમાં રમ્યો હતો. કૈફની પત્ની પૂજા યાદવ અવારનવાર તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે