ગુજરાતના આ શહેરમાં જામશે ક્રિકેટનો જંગ, હરભજન સિંહથી લઈને ક્રિસ ગેલ જેવા દિગ્ગજ ખેલાડીઓ મેદાનમાં જોવા મળશે
T20 લીગની વર્તમાન સીઝનની વાત કરીએ તો લીગમાં કુલ 6 ટીમો પ્રવેશ કરી રહી છે. ક્રિસ ગેલ, એસ શ્રીસંત અને શેન વોટસન જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ ભાગ લેશે.લિજેન્ડ્સ ક્રિકેટ લીગ 2023ની મેચો રાંચી, દેહરાદૂન, જમ્મુ, વિશાખાપટ્ટનમ અને સુરતમાં રમાશે. સુરત શહેરમાં ફાઈનલ રમાશે જેને લઈ સુરતવાસીઓ ખુબ જ ખુશ છે.

લિજેન્ડ્સ લીગની નવી સીઝન 18 નવેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. દેશ અને દુનિયાના ખેલાડીઓ 6 ટીમો તરફથી રમતા જોવા મળશે. .ખેલાડીઓએ ટ્રોફી સાથે 15 દિવસ માટે દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લીધી છે.જમ્મુમાં ત્રણ દાયકા પછી આંતરરાષ્ટ્રીય સ્તરની કોઈ મેચ રમાશે.

લિજેન્ડ્સ ક્રિકેટ લીગની ગ્રુપ સ્ટેજની મેચો 18 નવેમ્બર 2023 થી 4 ડિસેમ્બર 2023 સુધી રમાશે, જ્યારે ક્વોલિફાયર 1 5 ડિસેમ્બરે, એલિમિનેટર 6 ડિસેમ્બરે, ક્વોલિફાયર 27 ડિસેમ્બરે અને ફાઇનલ 9 ડિસેમ્બરે રમાશે.જેને જોવા માટે ચાહકો આતુર છે.લિજેન્ડ્સ ક્રિકેટ લીગમાં કુલ 6 ટીમ રમે છે. જેમાં ભીલવાડા કિંગ્સ બીજી ગુજરાત જાયન્ટસ, ત્રીજી ટીમ ઈન્ડિયા કેપિટલ્સ, ચોથી ટીમ મણિલાલ ટાઈગર્સ તો પાંચમી સદર્ન સુપરસ્ટાર્સ અને છેલ્લી ટીમ અર્બનરાઈઝર્સ હૈદરાબાદ છે.

જમ્મુના MA સ્ટેડિયમમાં 27 નવેમ્બરથી એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે, લિજેન્ડ્સ ક્રિકેટ લીગ 2023ને ધ્યાનમાં રાખીને MA સ્ટેડિયમની અંદર અને બહાર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જમ્મુ જિલ્લા પોલીસના અધિકારીઓ અને જવાનોને સ્ટેડિયમની બહાર તૈનાત કરવામાં આવશે. ચાહકો માટે સ્ટેડિયમની બહાર ખાણી-પીણીના સ્ટોલ ઉભા કરવામાં આવી રહ્યા છે

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ જેમાં પ્રથમ મેચ મણિપાલ ટાઈગર્સ અને સધર્ન સુપર સ્ટાર્સ વચ્ચે સાંજે 7 વાગ્યાથી રમાશે.પ્રથમ મેચમાં પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ (મણિપાલ ટાઈગર્સ) અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ટી20 કેપ્ટન એરોન ફિન્ચ (સધર્ન સુપર સ્ટાર્સ) કેપ્ટન તરીકે એકબીજાનો સામનો કરશે. મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ છે.

5 ડિસેમ્બર, 2023 ક્વોલિફાયર 1, સુરત, સાંજે 7 વાગ્યે રમાશે, તેમજ 6 ડિસેમ્બર, 2023 એલિમિનેટર સુરત, સાંજે 7 વાગ્યે અને 7 ડિસેમ્બર, 2023 ક્વોલિફાયર 2, સુરત, સાંજે 7 વાગ્યે ટક્કર જોવા મળશે. 9 ડિસેમ્બર 2023 ફાઈનલ પણ સુરત શહેરમાં જ રમાશે. આ મેચ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાશે.

































































