પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજાએ રણજી ટ્રોફીમાં કરી ધમાકેદાર એન્ટ્રી, ચાહકો કરી રહ્યા છે રમતના વખાણ
તમિલનાડુ અને ગુજરાતની આજે છેલ્લા દિવસની મેચ હતી. તમિલનાડુને જીતવા માટે 267 રનની જરૂર હતી, જ્યારે ગુજરાતની ટીમ પહેલાથી જ જીત માટે દાવેદાર માનવામાં આવી હતી. તેમાં જામનગરના પ્રિયજીત જાડેજાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

દેશના વિવિધ ભાગોમાં ચાલી રહેલી રણજી ટ્રોફી મેચોમાં આજની મેચ ગુજરાત અને તમિલનાડુ વચ્ચે રમાય હતી. જેમાં કહી શકાય કે, જીતનો હિરો જામનગરનો પ્રિયજીત નરેન્દ્ર સિંહ જાડેજા રહ્યું હતો. તેની બોલિગ લોકોને પસંદ આવી હતી. તમિલનાડુની વિકેટો પણ લીધી હતી.

પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજાની રણજી ટ્રોફીમાં પ્રદર્શનની વાત કરીએ તમિલનાડુ સામે રમતા પહેલી ઈનિગ્સમાં તો 18 ઓવરમાં 2 વિકેટ લીધી હતી.પ્રિયજીતનું રણજી ટ્રોફીમાં પ્રદર્શન જોઈને લોકો રવિન્દ્ર જાડેજા સાથે તુલના કરી રહ્યા છે.

ગુજરાતની ક્રિકેટ ટીમએ ભારતની સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમત છે, રણજી ટ્રોફી (અન્ય બે બરોડા ક્રિકેટ ટીમ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ)માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી ત્રણ સ્થાનિક ક્રિકેટ ટીમોમાંથી એક છે.

રણજી ટ્રોફીમાં ગુજરાતના ખેલાડીઓની વાત કરીએ તો આર્યા દેસાઈ, પ્રિયાંક પાંચાલ, મનન હિંગરાજીયા, ક્ષિતિજ પટેલ, ઉમંગ કુમાર, ઉર્વિલ પટેલ, રિપલ પટેલ, ચિંતન ગાજા, રવિ બિશ્નોઈ, પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજા, અરજન નાગવાસવાલા,

પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજાએ પહેલા સેશનમાં 14 ઓવરમાં 41 રન આપી 1 વિકેટ લીધી હતી.પ્રિયજીત નરેન્દ્રસિંહ જાડેજાનો જન્મ 21 સપ્ટેમ્બરના રોજ જામનગરમાં થયો છે.ગુજરાત VS તમિલનાડુ ગુજરાત 111 રને જીત્યું
