ટીમ ઈન્ડિયાનો સાથ છોડી સ્મૃતિ મંધાનાને મળવા પહોંચ્યો ઈશાન કિશન ?
યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન હાલમાં જ સાઉથ આફ્રીકાના પ્રવાસમાંથી બહાર થયો હતો. તેના અચાનક બહાર થવા પાછળનું કારણ વ્યક્તિગત-પારિવારિક બતાવવામાં આવ્યુ હતુ. પરતું હાલમાં જ તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે ક્રિકેટના મેદાનથી નહીં પણ મેદાનની બહારની કેટલીક તસવીરોને કારણે.

તમને જાણીને નવાઈ લાગશે કે ઈશાન કિશન ટીમ ઈન્ડિયાની મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથે જોવા મળ્યો છે. જણાવી દઈએ કે ઈશાન કિશન અને સ્મૃતિ મંધાના ક્રિકેટના મેદાન પર બોલરના દરેક બોલ પર બાઉન્ડ્રી ફટકારવામાં માહેર છે.

ઈશાન કિશાનનો અમિતાભ બચ્ચન અને સ્મૃતિ મંધાના સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેને કારણે ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.

અમિતાભ બચ્ચના પ્રખ્યાત શો કોન બનેગા કરોડપતિમાં વર્ષોથી ક્રિકેટજગતની હસ્તીઓ ભાગ લેતી જોવા મળે છે. ટૂંક સમયમાં આ શોના ટેલિકાસ્ટ સાથે સ્મૃતિ મંધાના અને ઈશાન કિશન સાથે જોવા મળશે.

ઈશાન કિશનના સ્થાને ભરતને સાઉથ આફ્રીકા સામેની ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. ટીમનો સાથ છોડીને શોમાં હાજરી આપતા ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
