IPL Umpire Salary : ખેલાડીઓ કરતા વધારે હોય છે અમ્પાયરની સેલેરી ? જાણો અમ્પાયરની દરેક મેચની સેલેરી
IPL 2023 : આઈપીએલની 16મી સિઝનની અમદાવાદમાં ધમાકેદાર શરુઆત થઈ હતી. ત્યારથી આઈપીએલમાં રોમાંચક મેચ જોવા મળી રહી છે. ક્રિકેટના મેદાન પર ખેલાડીઓની સાથે સાથે અમ્પાયર પણ જોવા મળે છે. ચાલો જાણીએ આ અમ્પાયરની સેલેરી વિશે.

આઈપીએલમાં ખેલાડીઓ, ફ્રેન્ચાઈઝીની સાથે અમ્પાયર પણ માલામાલ થતા હોય છે. દરેક મેચનું નિષ્પક્ષ રીતે સંચાલન કરનારા અમ્પાયર્સ પર પણ ધનવર્ષા થતી હોય છે.

રિપોર્ટ અનુસાર, અમ્પાયાર્સને સેલેરીને 2 વર્ગોમાં વેંહચવામાં આવે છે. પ્રથમ વર્ગમાં આઈસીસીના એલીટ પેનલના અમ્પાયર આવે છે, જેમને આઈપીએલની દરેક મેચના 1.98 લાખ રુપિયા મળે છે. બીજા વર્ગમાં ડેવલપમેન્ટ અમ્પાયર્સ આવે છે. આ શ્રેણીના અમ્પાયર્સને પ્રત્યેક મેચમાં 59 હજાર રુપિયા મળે છે.

મેચ ફીસની સાથે સાથે અમ્પાયર્સને સ્પોન્સરશિપનો પણ લાભ મળે છે. અમ્પાયર્સને કપડા પર જે સ્પોન્સર્સની એડ હોય છે તેના માટે 7.33 લાખ રુપિયા આપવામાં આવે છે.

દરેક અમ્પાયર્સ આઈપીએલમાં 20 મેચનું સંચાલન કરશે એટલે કે દરેક અમ્પાયર્સ આઈપીએલમાંથી 40 લાખ રુપિયા કમાશે.

આઈપીએલમાં ઘણા પ્લેયર્સને 40 લાખથી ઓછી રકમમાં ખરીદવામાં આવે છે. તેથી કહી શકાય છે અમ્પાયર્સ ખેલાડીઓ કરતા વધારે કમાણી કરે છે.