આઈપીએલ ઓક્શનને ગણતરીના દિવસો બાકી, જાણો કઈ ટીમના પર્સમાં કેટલા રુપિયા છે
આઈપીએલ 2024ના ઓક્શનને ગણતરીના દિવસો બાકી છે. આઈપીએલના ઈતિહાસમાં પહેલી વખત ભારતથી બહાર લીગ ઓક્શનનું આયોજન કરવામાં આવશે. રિટેનશનની પ્રકિયા પુરી થઈ ગઈ છે.તો જાણીએ રિલીઝ, ટ્રેડ અને રિટેન બાદ કઈ ટીમ પાસે કેટલા પૈસા છે.

IPL 2024 સીઝન માટે ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા માટે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે પહેલેથી જ જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. IPL 2024 ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થવાની છે, ત્યારે જાણી લો કઈ ટીમ પાસે કેટલા પૈસા અને સ્લોટ ખાલી છે.

હાર્દિક પંડ્યાને રિલીઝ કર્યા બાદ ગુજરાતના પર્સમાં કુલ 38.15 કરોડની રકમ વધી છે. તો ટીમની પાસે કુલ 8 સ્લોટ ખાલી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ ઓક્શનમાં 31.4 કરોડની સાથે ઉતરશે. તો તેની પાસે કુલ 6 સ્લોટ ખાલી છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ ઓક્શનમાં 9 ખેલાડીઓના સ્લોટને ભરવા માટે કુલ 28.95 કરોડ ખર્ચશે.

કોલકત્તા નાઈટ રાઈડર્સના પર્સમાં કુલ 32.7 કરોડ છે. આ સિવાય ટીમ 12 ખેલાડીઓના સ્લોટ માટે બોલી લગાવશે.

લખનઉ સુપર જાયન્ટસના પર્સમાં 13.15 કરોડની રકમ છે. તો ટીમ પાસે 8 સ્લોટ ખાલી છે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઓક્શનમાં કુલ 17.75 કરોડની રકમ લઈ ઓક્શનમાં ઉતરશે. આ સિવાય 8 ખેલાડીઓનો સ્લોટ ભરશે.

આઈપીએલ 2024 માટે ઓક્શનમાં પંજાબ કિંગ્સની પાસે કુલ29.1 કરોડ રુપિયા છે. જ્યારે તેની પાસે 8 ખેલાડીઓનો સ્લોટ ખાલી છે.

રાજસ્થાન રોયલ્સના પર્સમાં 14.5 કરોડની રકમ બચેલી છે. તો ઓક્શનમાં તે 8 ખેલાડીઓની જગ્યા માટે બોલી લગાવશે.

રોયલ ચેલેન્જ બેંગ્લોરની ટીમ આઈપીએલ 2024ની હરાજીમાં 23.25 કરોડ રકમની સાથે ઉતરશે. તો ટીમમાં 7 ખેલાડીઓનો સ્લોટ ખાલી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ઓક્શનમાં કુલ 34 કરોડની મોટી રકમ લઈ ઉતરશે, તો ટીમમાં કુલ 6 સ્લોટ ખાલી છે.
