મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેટમાં ક્વિન્ટન ડિકોકે તોફાની અડધી સદી નોંધાવી હતી, જોકે તેના દિલમાં એક ચહેરો નજર આવતા અલગ જ તોફાન સર્જાયુ હતુ. મેચ દરમિયાન તેને એક ખૂબસૂરત ચિયરલીડર તેને પસંદ આવી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેટમાં ક્વિન્ટન ડિકોકે તોફાની અડધી સદી નોંધાવી હતી, જોકે તેના દિલમાં એક ચહેરો નજર આવતા અલગ જ તોફાન સર્જાયુ હતુ. મેચ દરમિયાન તેને એક ખૂબસૂરત ચિયરલીડર તેને પસંદ આવી હતી.
1 / 5
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે IPL માં ગત સિઝન દરમિયાન ડેબ્યૂ કર્યુ હતુ. આ ટીમ સાથે ક્વિન્ટન ડીકોક જોડાયો હતો. દક્ષિણ આફ્રિકાના ખેલાડીની લવ સ્ટોરી પણ ગજબની છે અને તે અવારનવાર ચર્ચામાં રહે છે. વાત એમ છે કે, તે એક ખૂબસૂરત ચિયરલિડરને પોતાનુ દિલ આપી બેઠો હતો.
2 / 5
દક્ષિણ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર ડિકોકની 2012માં મુંબઈ ઈન્ડિયન્સ સામેની એક મેચમાં ચિયરલિડર સાશા સાથે આંખ મળી હતી. પ્રથમ નજરે જ પ્રેમ થયો અને 2016માં બંને લગ્નના બંધને બંધાયા હતા.
3 / 5
લાયન્સ ટીમ તરફથી રમતા ડિકોકે 2012માં મુંબઈની ટીમ સામે અણનમ અડધી સદી નોંધાવતા 51 રન ફટકાર્યા હતા. મુંબઈ સામે ડિકોકે પોતાની ટીમને જીત અપાવી હતી. પરંતુ આ દરમિયાન તે ખૂબસૂરત યુવતી સામે દિલ હારી બેઠો હતો.
4 / 5
સાશા આ મેચમાં ચિયરલિડરની ભૂમિકામાં હતી. જે દરમિયાન ડિકોકની નજર તેની પર પડી હતી અને તેને એ પસંદ આવી હતી. બંનેની પ્રેમકહાની સોશિયલ મડિયાના ફેસબુક પ્લેટફોર્મ દ્વારા આગળ વધી હતી.