ભાઈ Out થાય તો બહેન ડાંસ કરતી હતી! આ સ્ટાર ક્રિકેટરની બહેન IPLમાં ચીયર લીડર રહી ચુકી છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ના માત્ર ક્રિકેટરો કે સપોર્ટ સ્ટાફ વિદેશથી આવી રહ્યો છે, પરંતુ ટૂર્નામેન્ટની શરુઆતથી જ વિદેશથી ખેલાડીઓ અને અન્ય સ્ટાફ ઉપરાંત ચીયર લીડર્સ પણ આવતી હતી

IPL 2023 ની શરુઆત થવાને આડે હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે. ટીમો પોતાના અભ્યાસ સત્રના આયોજન કરી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ચેપોક સ્ટેડિયમમાં ખૂબ પરસેવો વહાવી રહ્યો છે. વિશ્વની સૌથી મોટી ટી20 લીગમાં શરુઆતની સિઝનોમાં ચીયર લીડર્સ જોવા મળતી હતી. આ દરમિયાન એક સંયોગ એવો હતો, ભાઈ મેદાનમાં અઅને બહેન ચીયર લીડર્સ સ્ટેજ પર જોવા મળતી હતી. ભાઈ ચોગ્ગા ફટકારે કે છગ્ગા બહેન સ્ટેડ પર ડાન્સ કરતી જોવા મળતી હતી.

આ વાત છે જેક કાલિસ અને તેની બહેનની. કાલિસ દક્ષિણ આફ્રિકાનો સ્ટાર ક્રિકેટર રહ્યો છે. તે આઈપીએલની પ્રથમ સિઝનથી હિસ્સો બન્યો હતો. પહેલા તે આઈપીએલમાં ખેલાડીના રુપમાં મેદાનમાં જોવા મળતો હતો, બાદમાં તે કોચના રુપમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેની બહેન પણ શરુઆતની સિઝનમાં ચીયરલીડર્સની ભૂમિકામાં જોવા મળતી હતી.

જેકની બહેનનુ નામ જેનિન કાલિસ છે. જે વર્ષ 2009માં આઈપીએલમાં ચીયરલીડીંગ તરીકેને ભૂમિકામાં જોવા મળતી હતી. તેણે એવા કેટલાક મોકાઓ પર તો ખુદ પોતાના ભાઈના આઉટ થવા પર પણ ડાન્સ કરવો પડતો હતો. જેનિન ચેન્નાઈ સુપર કિંગ્સની ચીયરલીડીંગ ગ્રુપનો હિસ્સો હતી.

સ્ટાર ક્રિકેટરની બહેન ચીયર લીડીંગનુ કામ કરતી હોવા છતાં, ક્યારેય જેક તેના આ કામથી રોકવા પ્રયાસ કર્યો નહોતો. તે એમ પણ કહેતો હતો કે, જેનિન સારો ડાંસ કરે છે અને જો તે ચીયરલીડીંગ કરવા ઈચ્છે છે તો પૂરી રીતે આ તેની ઈચ્છા છે. તેણે પોતાની નાની બહેન જેનિનનુ આ બાબતે પુરુ સમર્થન કર્યુ હતુ. આ કામને તેણે નિચી નજરથી જોયુ નહોતુ.

જોકે બાદમાં જેનિન કાલિસે આ કામ છોડી દીધુ હતુ. હવે તે ફિઝીયો થેરાપિસ્ટનુ કામ કરે છે. જેનિન લગ્ન કરીને એક બાળકની માતા બની ચુકી છે. અવારનવાર પોતાના અને પરિવારની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.