IPL Controversy: રવિન્દ્ર જાડેજા પર પૈસાને લઈ ફસાયો હતો ગંભીર આરોપમાં, લાગ્યો હતો 1 સિઝનનો પ્રતિબંધ
Ravindra Jadeja હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો છે, ગત સિઝનમાં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની શરુઆતમાં કેપ્ટનશિપ સંભાળી હતી. જોકે IPL ની શરુઆત તેણે રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે કરી હતી.

રવિન્દ્ર જાડેજા વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે ગણના થાય છે. વર્તમાન સમયમાં તે નંબર વન ઓલરાઉન્ડર ટેસ્ટ ફોર્મેટમાં છે. IPL માં તેનુ પ્રદર્શન શાનદાર છે અને તે ટૂર્નામેન્ટના સ્ટાર ખેલાડીઓમાં સામેલ છે. છેલ્લા એક દાયકાથી ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો છે. ચેન્નાઈની ટીમ જાડેજાને ધોની કરતા પણ વધારે સેલેરી આપે છે. જોકે જાડેજાની કરિયરમાં એક વાત જરુર કાયમ માટે ખટકતી રહેશે, એ છે પૈસા માટે ધોકેબાજીને લઈ આઈપીએલની એક સિઝનમાં તેની પર પ્રતિબંધ લાગ્યો હતો.

રવિન્દ્ર જાડેજા પર આઈપીએલમાં પોતાની જ ટીમ સાથે ધોકેબાજી કરવાના આરોપનો શિકાર થયો હતો. જેની તેને સજા પણ મળી હતી અને તેના માટે એ એક દાગ સમાન ઘટના બની ગઈ હતી. તેની આ ભૂલ બદલ જાડેજાએ એક આખી સિઝન ટૂર્નામેન્ટથી દૂર રહેવુ પડ્યુ હતુ.

રવિન્દ્ર જાડેજાએ આઈપીએલમાં ડેબ્યૂ રાજસ્થાન રોયલ્સ ટીમ વતી કર્યુ હતુ. ત્યારબાદ જાડેજાએ શરુઆતની બંને સિઝનમાં પ્રભાવિત કરનારુ પ્રદર્શન કર્યુ હતુ. 2008ના ઓક્શનમાં પોતાની સાથે જોડનાર રાજસ્થાન 2010માં રિટેન કરવા ઈચ્છી રહી હતી.

જોકે જાડેજાએ રાજસ્થાન ટીમ સાથે જોડાઈ રહેવાને બદલે અલગ વિચાર્યુ હતુ. જાડેજા રાજસ્થાનથી મુંબઈની ટીમમાં પહોંચવા ઈચ્છતો હતો. આ માટે જાડેજાએ જાતે જ મુંબઈની ટીમ સાથે વાટાઘાટ શરુ કરી હતી, જે મામલો બહાર આવી ગયો હતો અને જેને લઈ હંગામો મચ્યો હતો. આઈપીએલમાં કોઈ ખેલાડી સીધી જ વાતચિત કોઈ ફેન્ચાઈઝી સાથે જોડાવવા માટે કરી શકતુ નથી. આમ જાડેજા સાથે એન્ટી ટીમ ગતિવિધીને લઈ આરોપ લાગ્યો હતો.

રવિન્દ્ર જાડેજાને આઈપીએલમાં સજા એક સિઝનના પ્રતિબંધના રુપમાં મળી હતી. આમ 2010ની સિઝનમાં જાડેજાએ બહાર રહેવુ પડ્યુ હતુ. આગળની સિઝનમાં એટલે કે 2011માં તે કોચ્ચિ ટસ્કર્સમાં જોડાયો હતોય આ ટીમ ખુદ જ આઈપીએલથી હટી જવાને લઈ 2012માં જાડેજા ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો બન્યો હતો. ત્યારથી જાડેજા હજુ સુધી ચેન્નાઈનો હિસ્સો છે.