ICC Chairman Jay Shah : ICCના સૌથી યુવા અધ્યક્ષ જય શાહને કેટલો પગાર મળશે જાણો
જય શાહ છેલ્લા 5 વર્ષની બીસીસીઆઈના સચિવ રહ્યા છે. તેઓ હવે ICCના ચેરમેનનું પદ સંભાળશે. આ પદ તેઓ 1 ડિસેમ્બરથી સંભાળશે. તેમજ તેઓ દુબઈમાં સ્થિત આઈસીસીના હેડક્વાર્ટરમાં રોકાશે. આઈસીસીના ચેરમેન તરીકે જય શાહનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલના સચિવ જય શાહ હવે ઈન્ટરનેશનલ ક્રિકેટના બોસ બન્યા છે. 35 વર્ષના જય શાહ 1 ડિસેમ્બરથી પોતાનું પદ સંભાળશે, આ સાથે તે આઈસીસીના સૌથી યુવા ચેરમેન પણ છે.હવે સૌ કોઈ જાણવા માંગે છે, કે, જય શાહને આઈસીસી ચેરમેન તરીકે કેટલી સેલેરી મળશે.

પહેલા બીસીસીઆઈની વાત કરીએ. ભારતીય ક્રિકેટ બોર્ડમાં પ્રમુખ, સચિવ, ઉપપ્રમુખ અને ખજાનચી 'માનદ' પદો છે. આ પદો ધરાવતા અધિકારીઓને કોઈ માસિક કે વાર્ષિક પગાર મળતો નથી.

એટલે કે કોઈ ફિક્સ પગાર નથી. આ અધિકારીઓને વિવિધ પ્રકારના ભથ્થાં અને ખર્ચ આપવામાં આવે છે, જેમાં ગયા વર્ષે બોર્ડ દ્વારા વધારો કરવામાં આવ્યો હતો.

અલગ અલગ મીટિંગમાં તેમને 40 હજાર રુપિયાના પ્રતિદિવસ તરીકે ભથ્થું મળે છે. જો બોર્ડની મીટિંગના કારણે અન્ય શહેરમાં જવાનું થાય તો તેમને 30 હજાર રુપિયાનું ભથ્થું દિવસના હિસાબે મળે છે. તેમજ વિદેશમાં જવાનું થયું તો ખર્ચ બોર્ડ ઉપાડે છે.

એટલે કે, જય શાહને બીસીસીઆઈ પાસેથી સેલેરી મળતી ન હતી પરંતુ બોર્ડ મીટિંગ અને વિદેશમાં થનારી આઈસીસી મીટિંગમાં ભાગ લેવા માટે તેમને સારું ભથ્થું મળે છે.હજુ સુધી ICCએ જાહેર કર્યું નથી કે તે તેના અધિકારીઓને ભથ્થા અથવા અન્ય સુવિધાઓ તરીકે કેટલા પૈસા આપે છે.
