નાળિયેરની અંદર પાણી ક્યાંથી આવે છે? કેવી રીતે બને છે આ કુદરતી પીણું? જાણો આ અદ્ભુત ચમત્કાર પાછળનું સંપૂર્ણ રહસ્ય
ભારતમાં નાળિયેરનું અત્યંત ધાર્મિક, સામાજિક અને આર્થિક મહત્વ છે. નાળિયેર પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. એવામાં શું તમને ખબર છે કે, નાળિયેરમાં પાણી ક્યાંથી આવે છે?

ભારતમાં નાળિયેરનું અત્યંત ધાર્મિક, સામાજિક અને આર્થિક મહત્વ છે. ભારતમાં સામાન્ય રીતે લોકો તેને 'શ્રીફળ' તરીકે ઓળખે છે. એવી માન્યતા છે કે, નાળિયેર પવિત્રતા, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક છે. આનો ઉપયોગ પૂજા-પાઠ, લગ્ન અને નવા કાર્યોની શરૂઆતમાં કરવામાં આવે છે. બીજું કે, સ્વાસ્થ્ય અને આજીવિકા માટે આ એક બહુમુખી પાક (Versatile Crop) છે.

એવામાં શું તમને ખબર છે કે, નાળિયેરમાં પાણી ક્યાંથી આવે છે? જણાવી દઈએ કે, નાળિયેરનું પાણી ઝાડના મૂળ દ્વારા જમીનમાંથી શોષાયેલ ભૂગર્ભ જળ (Absorbed Ground Water) છે. આ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ પાણી 'ઝાયલેમ' (Xylem) નામની સંવહન પ્રણાલી (Convection System) દ્વારા થડમાંથી પસાર થઈને ઉપર ફળ સુધી પહોંચે છે, જેને ઝાડ પોતે જ ફિલ્ટર કરે છે. ટૂંકમાં, તે વિકાસ પામી રહેલા નાળિયેર માટે એક પોષક તત્વ તરીકે કામ કરે છે.

હવે તમને એ પણ જણાવી દઈએ કે, નાળિયેર પાણીનો મીઠો સ્વાદ તેમાં કુદરતી રીતે રહેલી શર્કરા (ખાંડ) ને કારણે આવે છે. આ એક કુદરતી પીણું છે કે, જે નાળિયેરના ઝાડ દ્વારા પોતાના મૂળથી જમીનના પોષક તત્વોને શોષીને ફળની અંદર જમા કરવામાં આવે છે. આમાં કોઈ બહારની ખાંડ હોતી નથી. આ મીઠાશ 2.5-5% ના સ્તર જેટલી હોય છે, જે તાજગી આપનારી અને પૌષ્ટિકથી ભરપૂર હોય છે.

નોંધનીય છે કે, નાળિયેર માલદીવનું રાષ્ટ્રીય ફળ છે. તે એક મુખ્ય ઉષ્ણકટિબંધીય (Tropical) ફળ છે, જે ખાસ કરીને ટાપુ દેશોની સંસ્કૃતિ અને અર્થતંત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નાળિયેર માલદીવના રાષ્ટ્રીય પ્રતીક (Logo) નો પણ એક ભાગ છે, જે ત્યાંના લોકો માટે તેના મહત્વને દર્શાવે છે. જણાવી દઈએ કે, ઇન્ડોનેશિયા, ફિલિપાઈન્સ અને ભારત વિશ્વના સૌથી મોટા નાળિયેર ઉત્પાદક દેશો છે.
આ પણ વાંચો: સવારે કે સાંજે ? ‘નાળિયેર પાણી’ પીવાનો સાચો સમય કયો ? આટલું ધ્યાન રાખશો તો, ભરપૂર ફાયદા મળશે
