AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડોદરામાં ફૂડ સેફ્ટીના ધજાગરા : મકરપુરાની ‘હનુરામ ફૂડ્સ’માં કચોરી ચાટમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ- જુઓ Video

વડોદરામાં ફૂડ સેફ્ટીના ધજાગરા : મકરપુરાની ‘હનુરામ ફૂડ્સ’માં કચોરી ચાટમાંથી નીકળ્યો વંદો, વીડિયો વાયરલ- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2026 | 6:57 PM
Share

વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી હનુરામ ફૂડ્સમાં નાસ્તો કરવા ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. કચોરી ચાટમાંથી જીવતો વંદો નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેનાથી શહેરીજનોમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરામાં ફરી એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડાં થતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ખાણી-પીણીની દુકાન ‘હનુરામ ફૂડ્સ’ (Hanuram Foods) માં વેચાતા ખોરાકમાંથી જીવાત મળી આવતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે.

શું છે સમગ્ર ઘટના?

મકરપુરા વિસ્તારના એક જાગૃત નાગરિક હનુરામ ફૂડ્સમાં કચોરી ચાટનો નાસ્તો કરવા ગયા હતા. જ્યારે તેઓ નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે કચોરીની પ્લેટમાંથી એકાએક વંદો નીકળ્યો હતો. ખોરાકમાં વંદો જોતા જ ગ્રાહક સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત જ આ બાબતે દુકાનના સંચાલકોનું ધ્યાન દોર્યું હતું. જોકે, વેપારીના બેજવાબદાર વલણને જોતા ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ગ્રાહકે પોતાના આ કડવા અનુભવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. વીડિયોમાં કચોરી ચાટની પ્લેટમાં સ્પષ્ટપણે વંદો જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા જ વડોદરાના ખાદ્યપ્રેમીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલી જાણીતી ફૂડ ચેઈન હોવા છતાં સ્વચ્છતા બાબતે આટલી મોટી બેદરકારી કેવી રીતે રાખી શકાય?

કાર્યવાહીની માંગ વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે હવે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જાગૃત નાગરિકો અને પીડિત ગ્રાહકે માંગ કરી છે કે લોકોના જીવ જોખમમાં મૂકતા આવા બેજવાબદાર વ્યાપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને તપાસ હાથ ધરીને દુકાન સીલ કરવામાં આવે.

Input Credit: Anjali Oza

દારુ પીતાં સમયે જે મળી જાય તેમ ચાલે છે કે ફક્ત ચખના જોઈએ! પણ શું તમને ખબર છે કે દારુ સાથે આ વસ્તુ ખાવાથી આડ અસર થઈ શકે છે?- ચાલો જાણીએ, વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">