AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાંદીના બજારમાં આવી શકે છે ‘ઉલટફેર’! આવતીકાલની આ એક જાહેરાત બદલી નાખશે ‘આખી રમત’, સૌથી મોટું એલાન થશે કે નહીં?

બજેટ 2026 પહેલા ચાંદીના બજારમાં જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે. રોકાણકારો અને ઇંડસ્ટ્રી બંનેની નજર એ વાત પર ટકેલી છે કે, બજેટના નિર્ણયો ચાંદીની માંગને કઈ દિશામાં લઈ જશે.

| Updated on: Jan 31, 2026 | 5:02 PM
Share
ચાંદી (Silver) એ એક એવી કોમોડિટી છે કે, જે રોકાણ અને ઔદ્યોગિક એમ બંને શ્રેણીમાં આવે છે. આ જ બાબત તેને બીજી ધાતુઓથી અલગ પાડે છે. જીઓપોલિટિકલ તણાવ અને મોંઘવારીના દબાણે પણ રોકાણકારોને કિંમતી ધાતુઓ તરફ વાળ્યા છે.

1 / 7
બજેટ 2026ની સૌથી મોટી અસર ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક) દ્વારા જોવા મળી શકે છે. ભારત પોતાની જરૂરિયાતની 80 ટકાથી વધુ ચાંદી આયાત કરે છે. આવી સ્થિતિમાં, કસ્ટમ ડ્યુટીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર સ્થાનિક કિંમત અને માંગને સીધી રીતે અસર કરે છે.

2 / 7
હાલમાં ચાંદી પર અંદાજે 7.5 ટકા કસ્ટમ ડ્યુટી અને 3 ટકા GST લાગે છે. જો બજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવે, તો સ્થાનિક કિંમત નરમ પડી શકે છે અને જ્વેલરી ખરીદનારાઓ તેમજ રોકાણકારો માટે ચાંદી વધુ આકર્ષક બની શકે છે. બીજી તરફ, જો ડ્યુટી વધારવામાં આવે છે, તો કિંમતો વધુ ઉપર જઈ શકે છે. હવે આના કારણે માંગ પર દબાણ આવી શકે છે.

3 / 7
જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર લાંબા સમયથી ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક) અને GSTમાં રાહતની માંગ કરી રહ્યું છે, જેથી માંગ વધારી શકાય અને ભારતીય ઉત્પાદનો વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બની શકે. જો બજેટમાં આ દિશામાં પગલાં લેવામાં આવે, તો ચાંદીના વપરાશને પણ મોટું સમર્થન મળી શકે છે.

4 / 7
ટેક્સ ઉપરાંત, બજેટમાં ગ્રીન એનર્જી પરનું ફોકસ પણ ચાંદીની માંગ માટે મહત્વપૂર્ણ છે. સોલર પેનલ મેન્યુફેક્ચરિંગમાં ચાંદીની મોટી ભૂમિકા હોય છે. બજેટ પૂર્વેના સંકેતો દર્શાવે છે કે, રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપતી નીતિઓ સમય જતાં ચાંદીની ઔદ્યોગિક માંગમાં 15 થી 20 ટકા સુધીનો વધારો કરી શકે છે.

5 / 7
ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) માં પણ પાવર ઇલેક્ટ્રોનિક્સ, બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચાંદીનો ઉપયોગ થાય છે. બજેટમાં EV સેક્ટરને મળનારો સપોર્ટ ચાંદીની ઔદ્યોગિક માંગને વધુ મજબૂત બનાવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રોનિક્સ, EV અને સોલર સેક્ટર દ્વારા ચાંદીના ઔદ્યોગિક વપરાશમાં ઝડપથી વધારો થયો છે.

6 / 7
ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન હવે કુલ ઔદ્યોગિક સિલ્વર ડિમાન્ડનો અંદાજે 68 ટકા હિસ્સો બની ચૂક્યા છે. બીજી તરફ, વર્ષ 2025માં સિલ્વર ETFમાં મજબૂત રોકાણ જોવા મળ્યું હતું, જેના કારણે કુલ માંગ અને ઇમ્પોર્ટ પ્રેશર (આયાત દબાણ) વધ્યું છે. બજેટ 2026 ના નિર્ણયો ચાંદીના બજારની આગળની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

7 / 7

આ પણ વાંચો: સોના-ચાંદીને લઈને સૌથી મોટો ખુલાસો ! વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા અને રોકાણકારો માટે ખતરાનો સંકેત

g clip-path="url(#clip0_868_265)">