AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market: શેરબજારમાં થશે પૈસાનો વરસાદ! આવતા અઠવાડિયે 50+ કંપનીઓ આપશે ડિવિડન્ડની મોટી ભેટ, રોકાણકારોની લાગી ‘લોટરી’

શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે આગામી સપ્તાહ બોનસ પર્વથી ભરેલો રહેશે. ફેબ્રુઆરીની શરૂઆત થતાની સાથે જ રોકાણકારોની નજર એ કંપનીઓ પર ટકી છે, જે પોતાના શેરધારકોને ડિવિડન્ડની ભેટ આપવા જઈ રહી છે.

| Updated on: Jan 31, 2026 | 6:53 PM
Share
2 ફેબ્રુઆરી થી 6 ફેબ્રુઆરી 2026 વચ્ચે બજારમાં હલચલ તેજ રહેવાની અપેક્ષા છે, કારણ કે આ સમયગાળા દરમિયાન જાણીતી કંપનીઓ પોતાના નફાનો હિસ્સો ડિવિડન્ડ રૂપે રોકાણકારો સાથે વહેંચશે.

1 / 10
ડિવિડન્ડ એવા રોકાણકારો માટે વિશેષ મહત્વ ધરાવે છે, જેઓ લાંબા સમય સુધી શેર જાળવી રાખે છે (હોલ્ડ કરે છે) અને નિયમિત આવક ઈચ્છે છે. આ જ કારણ છે કે, ડિવિડન્ડની સીઝન આવતાની સાથે જ બજારમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળે છે. આ વખતે પણ સ્થિતિ કંઈક આવી જ છે. અલગ-અલગ સેક્ટરની કંપનીઓ આ યાદીમાં જોડાયેલ છે, જેના કારણે રોકાણકારોને ઘણા વિકલ્પો મળી રહ્યા છે.

2 / 10
જો તમે પણ શેરબજાર પર નજર રાખતા હોવ અથવા ડિવિડન્ડ દ્વારા કમાણીની રણનીતિ બનાવતા હોવ, તો આવનારું અઠવાડિયું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

3 / 10
02 ફેબ્રુઆરી 2026ના રોજ શેરબજારમાં ઘણી કંપનીઓ પોતાના રોકાણકારોને ડિવિડન્ડની ભેટ આપવા જઈ રહી છે. આ યાદીમાં Bharat Petroleum Corporation Ltd (BPCL) સૌથી વધુ 10 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપી રહી છે, જ્યારે Balkrishna Industries Ltd 4 રૂપિયા અને Metro Brands Ltd તથા Siyaram Silk Mills Ltd પ્રત્યેક શેર દીઠ 3 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવશે. આ ઉપરાંત, LT Foods Ltd 1 રૂપિયા, Share India Securities Ltd 0.40 રૂપિયા અને Gopal Snacks Ltd 0.35 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપવા જઈ રહી છે.

4 / 10
03 ફેબ્રુઆરી 2026ના રોજ પણ શેરબજારમાં ડિવિડન્ડનો સિલસિલો યથાવત રહેશે. Garden Reach Shipbuilders & Engineers Ltd (GRSE) તેના શેરધારકોને સૌથી વધુ 7.15 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે, જ્યારે Cochin Shipyard Ltd દ્વારા 3.50 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, Symphony Ltd 2 રૂપિયા, Vaibhav Global Ltd 1.50 રૂપિયા અને GPT Infraprojects Ltd 0.75 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ ચૂકવશે.

5 / 10
04 ફેબ્રુઆરી 2026ના રોજ શેરબજારમાં ડિવિડન્ડનો ભારે વરસાદ જોવા મળશે, જેમાં Gillette India Ltd તેના શેરધારકોને કુલ 180 રૂપિયા (120 રૂપિયા અંતરિમ અને 60 રૂપિયા સ્પેશિયલ ડિવિડન્ડ) આપીને મોખરે છે. Alldigi Tech Ltd એ પણ 30 રૂપિયાનું જંગી ડિવિડન્ડ જાહેર કર્યું છે.

6 / 10
આ ઉપરાંત, Coromandel International Ltd અને Great Eastern Shipping Company Ltd બંને 9 રૂપિયા, જ્યારે Crizac Ltd 8 રૂપિયા અને એફએમસીજી દિગ્ગજ ITC Ltd 6.50 રૂપિયાનું અંતરિમ ડિવિડન્ડ આપશે. બીજી કંપનીઓમાં Apcotex Industries 2.50 રૂપિયા, KPIT Technologies 2.25 રૂપિયા, જ્યારે Carborundum Universal, IEX અને MAS Financial Services અનુક્રમે 1.50 તેમજ 1.25 રૂપિયાની વચ્ચે ડિવિડન્ડ ચૂકવશે. સૌથી ઓછા ડિવિડન્ડમાં Flair Writing 0.50 રૂપિયા અને Dolat Algotech 0.10 રૂપિયાનો સમાવેશ થાય છે.

7 / 10
05 ફેબ્રુઆરી 2026ના રોજ પણ ડિવિડન્ડ યથાવત રહેશે, જેમાં Procter & Gamble Hygiene and Health Care Ltd તેના શેરધારકો પર પૈસાનો વરસાદ કરવા જઈ રહી છે. કંપનીએ કુલ 195 રૂપિયા (170 રૂપિયા અંતરિમ અને 25 રૂપિયા સ્પેશિયલ ડિવિડન્ડ) આપવાની જાહેરાત કરી છે. Styrenix Performance Materials Ltd પણ 23 રૂપિયાનું આકર્ષક અંતરિમ ડિવિડન્ડ ચૂકવશે. આ સિવાય જાણીતી કંપની Dr. Lal PathLabs Ltd 3.50 રૂપિયા અને MOIL Ltd 3.53 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. વધુમાં દિગ્ગજ કંપની Gail (India) Ltd પણ આ દિવસે ડિવિડન્ડ જાહેર કરવાની છે.

8 / 10
અઠવાડિયાના અંતિમ દિવસે એટલે કે 06 ફેબ્રુઆરી 2026ના રોજ Accelya Solutions India Ltd 45 રૂપિયાના અંતરિમ ડિવિડન્ડ સાથે સૌથી આગળ છે. Nestle India Ltd અને SIS Ltd પ્રત્યેક 7 રૂપિયા, જ્યારે Sharda Cropchem Ltd 6 રૂપિયા અને Quess Corp Ltd 5 રૂપિયાનું ડિવિડન્ડ આપશે.

9 / 10
સરકારી કંપનીઓમાં NALCO 4.50 રૂપિયા, REC Ltd 4.60 રૂપિયા, NTPC Ltd 2.75 રૂપિયા અને HUDCO 1.15 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવશે. આ ઉપરાંત Control Print Ltd 4 રૂપિયા અને Insecticides (India) Ltd એ 2 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. બીજી કંપનીઓ જેવી કે, Triveni Engineering, Manappuram Finance, Steelcast, Manba Finance અને ACME Solar 2 રૂપિયાથી ઓછું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. B2B Software, Clean Science અને TCI Express પણ આ દિવસે ડિવિડન્ડની જાહેરાત કરશે.

10 / 10
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: Stock Market : 01 શેર પર 200 રૂપિયાનો નફો ! દમદાર રિટર્ન અને જોરદાર ડિવિડન્ડની તક, ‘SELL’ કરવાની ભૂલ ન કરતા….

g clip-path="url(#clip0_868_265)">