AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બજેટ બાદ Nifty સહિતના શેર થયા ધડામ, પરંતુ ડેટા સેન્ટર બનાવતી આ કંપનીએ કરી અબજોની કમાણી, જાણો કારણ

Anant Raj Ltd એ પોતાનો 2,000 દિવસનો રેકોર્ડ તોડ્યો છે, બજેટ પછી શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. મહત્વનું છે કે Nifty સહિતના શેર તૂટયા પરંતુ Anant Raj Ltd વધવાનું કારણ પણ મહત્વનું છે.

Sagar Solanki
| Edited By: | Updated on: Feb 02, 2026 | 8:03 AM
Share
કેન્દ્રિય બજેટ બાદ શેરબજારમાં અનંત રાજ લિમિટેડના શેરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. કંપનીએ લગભગ 2,000 દિવસથી ચાલતો જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજેટ પછી અચાનક કંપની પ્રત્યેની રસપ્રતિ વધતા શેરોમાં મજબૂત ખરીદી નોંધાઈ છે. 13 દિવસ પહેલા જ Tv9 ના એક્સપર્ટ ઇન્ડિકેટર દ્વારા આ બાબતની આગાહી કરવામાં આવી હતી.

1 / 7
અનંત રાજ લિમિટેડ મુખ્યત્વે ડેટા સેન્ટર બનાવવાનું અને તેનું સંચાલન કરવાનું કામ કરે છે. બજેટમાં ભારત સરકાર દ્વારા દેશમાં વધુ ડેટા સેન્ટરો સ્થાપવાની મોટી જાહેરાત થતાં જ તેનો સીધો ફાયદો કંપનીના શેરભાવ પર પડ્યો છે. સરકારની આ નીતિ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

2 / 7
બજેટ ભાષણ પૂરું થતાની સાથે જ અનંત રાજ કંપનીમાં અંદાજે 18 અબજ 45 કરોડ રૂપિયાની ભારે ખરીદી જોવા મળી. આ દરમિયાન કંપનીના શેરોમાં લગભગ 5.3 ટકાનો ઝડપી ઉછાળો નોંધાયો. Anant Raj Ltd ના શેરમાં AI ડેટા સેન્ટર સેક્ટરમાં વધતી માંગને કારણે મજબૂત તેજી જોવા મળી રહી છે અને શેરનો ભાવ ₹532 સુધી પહોંચ્યો છે. યુનિયન બજેટ 2026 બાદ ડેટા સેન્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ફોકસને કારણે કંપનીના ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ વધુ મજબૂત બન્યા છે.

3 / 7
વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી વિકાસને કારણે ડેટાની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. આવનારા સમયમાં ડેટાની જરૂરિયાત વધુ ઝડપથી વધવાની શક્યતા છે, કારણ કે ભવિષ્યની મોટાભાગની ટેકનોલોજી ડેટા આધારિત હશે. આ સ્થિતિમાં ડેટા સેન્ટરોનું મહત્વ અનેક ગણું વધી જાય છે.

4 / 7
જે રીતે દરેક ક્ષેત્રમાં મોબાઇલ અને ઇન્ટરનેટ અનિવાર્ય બની ગયા છે, એ જ રીતે ભવિષ્યમાં ડેટા સેન્ટર વિના કોઈપણ મોટો ઉદ્યોગ કે સિસ્ટમ અસરકારક રીતે ચાલી શકશે નહીં. આ બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દેશમાં જ ડેટા સેન્ટરો સ્થાપવા માટે નીતિગત સહાય અને સુવિધાઓ આપી રહી છે, જેના કારણે અનંત રાજ જેવી કંપનીઓને લાંબા ગાળે મોટો ફાયદો થવાની શક્યતા છે.

5 / 7
ભારતમાં AI આધારિત બિઝનેસ અને ડેટા સેન્ટરની ઝડપી વૃદ્ધિ સાથે શેરબજારમાં સૂચિબદ્ધ કેટલીક કંપનીઓ સીધા ફાયદામાં આવી રહી છે. દેશભરમાં જેમ જેમ નવા AI ડેટા સેન્ટર બનાવાશે, તેમ તેમ આ કંપનીઓની સેવાઓની માંગ વધશે અને તેની સાથે તેમની માર્કેટ વેલ્યુમાં પણ નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. આ યાદીમાં એવી કુલ 8 કંપનીઓનો સમાવેશ થાય છે, જે ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર સપ્લાય, ક્લાઉડ સર્વિસ, નેટવર્કિંગ, એન્જિનિયરિંગ અને AI ટેકનોલોજી સાથે સીધી રીતે જોડાયેલી છે. ખાસ કરીને Adani Enterprises જેવી મોટી કંપની ડેટા સેન્ટર માટે જમીન, ઊર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવીને આ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ શીટમાં દરેક કંપનીનું નામ, ડેટા સેન્ટર સાથે જોડાયેલો તેનો ચોક્કસ બિઝનેસ અને AI ગ્રોથથી તેને કેવી રીતે લાભ મળશે તેની વિગતવાર માહિતી આપવામાં આવી છે, જે રોકાણકારો માટે ભવિષ્યની તક તરીકે જોવામાં આવી રહી છે.

6 / 7
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

7 / 7

સોનાના બજારમાં નવી રમત શરૂ ! હવે કોને થશે મોટો ફાયદો અને કોને પડશે ફટકો?

Follow Us
દ્વારકા: ખંભાળિયાના વોર્ડ નંબર 2 માં પાણીની સમસ્યા બની વિકરાળ

સુરતમાં લક્ઝરી બસો પર RTOનો સપાટો, 55 ચલણ, 5 બસ ડિટેન

ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ ડેમમાં માત્ર 51% પાણી- જુઓ Video

અમદાવાદમાં બેફામ ડમ્પરો બન્યા 'યમદૂત', 5 વર્ષમાં લીધા 270 લોકોના જીવ

ટ્રેન પર કરોળિયાની જેમ ચોંટેલા મુસાફરોનો વીડિયો આવ્યો સામે

મહેસાણા: વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ અંડરપાસ પાણીમાં ગરકાવ

અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video

જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં દીપડાના આંટાફેરા

આસારામની જામીન અરજી ના મંજૂર કરતી હાઈકોર્ટ

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના 4 અધિકારી સસ્પેન્ડ

g clip-path="url(#clip0_868_265)">