Breaking News Silver ETF: Silver ETFમાં ધમાકો! Axis, Zerodha, DSP સહિત ટોપ 5 ફંડ્સે એક અઠવાડિયામાં આપ્યુ 28%થી વધુ રિટર્ન
Silver ETF: ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ) એ એક રોકાણ ભંડોળ છે જે સ્ટોક્સ, બોન્ડ્સ, કોમોડિટીઝ અથવા અન્ય સંપત્તિઓની બાસ્કેટમાં રોકાણ કરે છે અને સ્ટોક એક્સચેન્જ પરના શેરની જેમ દિવસભર ખરીદી અને વેચી શકાય છે, જે મ્યુચ્યુઅલ ફંડ્સના વૈવિધ્યકરણ લાભોને સ્ટોક ટ્રેડિંગની સરળતા સાથે જોડે છે. ETF નું ટ્રેડિંગ દિવસના અંતે મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ નહીં, પણ શેરબજારમાં દિવસભર થાય છે.

Silver ETFમાં આજે વાત કરીએ તો Axis Silver, Zerodha Silver ETF FoF Dir, DSP Silver, Zerodha Silver અને કોટક સિલ્વર એમ ટોપ 5 કંપનીએ એક અઠવાડિયામાં વધારે રિટર્ન આપ્યું છે. તેમાં પ્રથમ નંબર પર Axis Silver કંપની રહી છે.

Axis Silver છેલ્લા Week માં 28.68 ટકા રિટર્ન આપ્યું છે તેમજ 14 કંપનીમાંથી પહેલા નંબરે આ કંપની રહી છે. તેની NVA (Net Asset Value) 290.18 છે.

Zerodha Silver ETF FoF Dir એ છેલ્લા એક Week માં 28.65 ટકા રિટર્ન આપ્યું છે.

DSP Silver છેલ્લા એક અઠવાડિયામાં 28.52 ટકા રિટર્ન આપ્યું છે. તેની NVA (Net Asset Value) 297.75 છે.

Zerodha Silver ETF એ છેલ્લા એક અઠવાડિયામાં 28.50% રિટર્ન આપ્યું છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ) એ એક રોકાણ ભંડોળ છે જે સ્ટોક્સ, બોન્ડ્સ, કોમોડિટીઝ અથવા અન્ય સંપત્તિઓની બાસ્કેટમાં રોકાણ કરે છે અને સ્ટોક એક્સચેન્જ પરના શેરની જેમ દિવસભર ખરીદી અને વેચી શકાય છે, જે મ્યુચ્યુઅલ ફંડના વૈવિધ્યકરણ લાભોને સ્ટોક ટ્રેડિંગની સરળતા સાથે જોડે છે. રોજબરોજ થતાં ગોલ્ડ અને સિલ્વરની ETF ભાવ જાણવા માટે TV9 ગુજરાતી સાથે જોડાયેલા રહો અને અપડેટ જાણવા માટે અહીં ક્લિક કરો.
