AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suryakumar Yadav : વર્લ્ડ કપ પહેલા ભારતીય કેપ્ટને કર્યું મોટું કારનામું, તોડ્યો વિશ્વ રેકોર્ડ, જાણો

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ન્યુઝીલેન્ડ સામેની T20I મેચમાં ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેણે માત્ર 1822 બોલમાં સૌથી ઝડપી 3000 T20I રન પૂરા કરીને મોહમ્મદ વસીમનો રેકોર્ડ તોડ્યો.

| Updated on: Jan 31, 2026 | 9:51 PM
Share
ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપ પહેલા પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી ક્રિકેટ જગતમાં ધમાકો કર્યો છે. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પાંચમી અને અંતિમ T20 મેચમાં સૂર્યાએ તોફાની અડધી સદી ફટકારીને એક ઐતિહાસિક વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો.

1 / 5
ન્યૂઝીલેન્ડ સામેની આ મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર 30 બોલમાં 210ના શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે 63 રનની તોફાની ઇનિંગ રમી. પોતાની આ ઇનિંગ દરમિયાન તેણે 6 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકારીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. કેપ્ટન તરીકે તેનું આ પ્રદર્શન ટીમ ઇન્ડિયા માટે આત્મવિશ્વાસ વધારનાર સાબિત થયું.

2 / 5
સૂર્યાએ પોતાની 14મી T20I ઇનિંગમાં માત્ર 26 બોલમાં અડધી સદી પૂર્ણ કરી. આ અડધી સદી સાથે તેણે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો વિશ્વ રેકોર્ડ તોડ્યો. સૂર્યકુમાર યાદવ હવે T20I ક્રિકેટમાં સૌથી ઝડપી 3,000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

3 / 5
સૂર્યાએ માત્ર 1,822 બોલમાં 3,000 T20I રન પૂર્ણ કર્યા છે. આ સાથે તેણે UAEના દિગ્ગજ બેટ્સમેન મોહમ્મદ વસીમનો રેકોર્ડ તોડી નાખ્યો, જેમણે 1,947 બોલમાં 3,000 રન બનાવ્યા હતા. આ સિદ્ધિ સૂર્યાની સતત શ્રેષ્ઠતા અને આક્રમક બેટિંગ શૈલીને સાબિત કરે છે.

4 / 5
આ ઉપરાંત, સૂર્યકુમાર યાદવ T20I ક્રિકેટમાં 3,000 રન બનાવનાર ત્રીજો ભારતીય અને પ્રથમ સક્રિય ભારતીય બેટ્સમેન બની ગયો છે. તે પહેલાં રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. કેપ્ટન તરીકેનું સૂર્યાનું આ વિસ્ફોટક પ્રદર્શન વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયા માટે શુભ સંકેત માનવામાં આવી રહ્યું છે.(All Image - BCCI)

5 / 5

ICC T20I માં કેપ્ટન સુર્યકુમાર યાદવનું મોટું કારનામું, પાંચ ખેલાડીઓને પાછળ છોડી હાંસલ કર્યો આ મુકામ

હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની પૂર્વ MLAએ કરી માગ

સાબરમતીની હોસ્પિટલમાં મહિલા દર્દીની છેડતી, આરોપી પોલીસ સકંજામાં

2017 પદ્માવત ફિલ્મ મુદ્દે રાજપૂત યુવાનો પર થયેલા પોલીસ કેસો પરત

જ્વેલર્સમાં આનંદનો માહોલ- સોનામાં 12% અને ચાંદીમાં 26% ના કરેક્શન

Vadodara : સિનિયર સીટીઝનોએ કર્યો ધારાસભ્યનો ઘેરાવો

સુરતમાં 370000000 રૂપિયાથી વધુના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ

Breaking News : અમદાવાદમાં હવાની ગુણવત્તા ફરી પ્રદૂષિત

તમે કોઈ પુસ્તક વાંચી શકો છો, બિઝનેસનું કામ તમને વ્યસ્ત રાખશે

ખતરો બની રહ્યો છે મોબાઇલ સુવિધા, જાણો આનાથી બચવા માટે શું કરશો ?

MSP, સબસિડી અને દેવા રાહત અંગે શું છે ખેડૂતોની બજેટમાં અપેક્ષા ?

g clip-path="url(#clip0_868_265)">