AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આર યા પાર… ખામેનેઈની ટ્રમ્પને ધમકી ! કહ્યું, “યુદ્ધ હવે સીમાઓ સુધી સીમિત નહીં રહે”

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ધમકી આપી છે. ખામેનેઈએ જણાવ્યું કે, જો આ વખતે અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો પ્રાદેશિક યુદ્ધ છેડાઈ જશે.

Breaking News : આર યા પાર... ખામેનેઈની ટ્રમ્પને ધમકી ! કહ્યું, યુદ્ધ હવે સીમાઓ સુધી સીમિત નહીં રહે
| Updated on: Feb 01, 2026 | 7:34 PM
Share

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખૂબ જ ગંભીર ચેતવણી આપી છે. ખામેનેઈએ જણાવ્યું છે કે, જો અમેરિકા આ વખતે ઈરાન પર કોઈ પણ પ્રકારનો હુમલો કરશે, તો તે સમગ્ર પશ્ચિમ એશિયામાં ‘પ્રાદેશિક યુદ્ધ’ (Regional War) નું મોટું કારણ બનશે.

આનાથી તણાવ ખૂબ જ વધી જશે. ખામેનેઈની આ ચેતવણી એવા સમયે સામે આવી છે કે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને પરમાણુ ડીલ ન કરવા બદલ હુમલાની ધમકી આપવામાં આવી છે. અમેરિકાના યુદ્ધ જહાજો અને ફાઇટર જેટ્સ અઠવાડિયાથી ઈરાનની આસપાસના સમુદ્ર તેમજ આકાશમાં મંડરાઈ રહ્યા છે.

ટ્રમ્પે એક દિવસ પહેલા જ ધમકી આપી

એવામાં હજુ એ સ્પષ્ટ નથી કે, ટ્રમ્પ ઈરાન પર હુમલો કરશે કે માત્ર સૈન્ય દબાણ ઊભું કરીને ઈરાનને વાતચીતના ટેબલ પર લાવવાનો પ્રયાસ કરશે? ટ્રમ્પે હજુ એક દિવસ પહેલા જ ઈરાનને વાતચીત માટે આગળ આવવા અંગે ચેતવણીભર્યા લહેકામાં ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઈરાન પાસે વાટાઘાટો માટે ખૂબ જ ઓછો સમય બચ્યો છે.

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમના જ લહેકામાં જવાબ આપ્યો છે. ઈરાને સીધી ચેતવણી આપી છે કે, જો અમેરિકા તેહરાન પર હુમલો કરશે, તો પ્રાદેશિક યુદ્ધ છેડાઈ જશે.

ઈરાની રાષ્ટ્ર પર હુમલો કરશે, તો કડક જવાબ આપવામાં આવશે: ખામેનેઈ

ઈરાનના સરકારી ટેલિવિઝને ખામેનેઈના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે, “અમેરિકીઓએ એ જાણી લેવું જોઈએ કે, જો તેઓ યુદ્ધ શરૂ કરશે, તો આ વખતે તે ભયાનક પ્રાદેશિક યુદ્ધ હશે.” ખામેનેઈએ વધુમાં ઉમેર્યું કે, “અમે ઉશ્કેરણી કરનારા લોકો નથી કે ન તો કોઈ દેશ પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ જો કોઈ ઈરાની રાષ્ટ્ર પર હુમલો કરશે અથવા જુલમ કરશે, તો તેને તે જ રીતે કડક જવાબ આપવામાં આવશે.”

આ પણ વાંચો: Breaking News: શું પાકિસ્તાને બલૂચિસ્તાન ગુમાવ્યું? BLA એ એકસાથે 10 શહેરોમાં બોલાવ્યો સપાટો, જીવ બચાવીને ભાગ્યા પાકિસ્તાની જવાનો

Follow Us
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં 79.27 ટકા પાણી થયું સ્ટોરેજ
g clip-path="url(#clip0_868_265)">