Top Five Korean Web Series: પ્રેમ, પ્રાઇડ, પર્સનલિટી અને પાવર: વિશ્વભરમાં ચર્ચામાં રહેલી આ વેબસિરીઝે બદલી નાખ્યો દર્શકોનો ટેસ્ટ
હોસ્પિટલની અંદરની ચાલતુ રાજકારણ હોય કે જેલની અંદર ચાલતી બદલા અને ન્યાયની રમત, બે વ્યક્તિત્વ વચ્ચેનો માનસિક સંઘર્ષ હોય કે ગણિતથી ઉકેલાતા ગુનાઓ, પ્રેમ સાથે જોડાયેલો માનસિક સંઘર્ષ હોય કે સામાજિક ટકરાવ Life (2018), Dr. Prisoner, Hyde, Jekyll, Me, NUMB3RS અને Pride and Prejudice જેવી પાંચેય વેબસિરીઝ અલગ-અલગ વિષયવસ્તુ લઈને આવે છે, પરંતુ દરેકમાં છે દમદાર કહાની, મજબૂત પાત્રો અને અંત સુધી બાંધી રાખતુ કથાવસ્તુ.

Pride and Prejudice: ભ્રષ્ટાચાર, શક્તિશાળી ગુનેગારો અને છુપાયેલા સત્યોથી ભરેલી દુનિયામાં Pride and Prejudice એક જબરદસ્ત કાનૂની થ્રિલર છે. એક સ્પેશિયલ પ્રોસિક્યુશન ટીમ એવા કેસોની તપાસ કરે છે, જેને દબાવી દેવામાં આવ્યા છે. દરેક કેસ સાથે નવા રહસ્યો, જોખમો અને રાજકીય દબાણ સામે આવે છે. સત્ય સુધી પહોંચવાનો માર્ગ સરળ નથી, પરંતુ આ ટીમ કોઈ પણ કિંમતે ન્યાય લાવવા પ્રતિબદ્ધ છે. સસ્પેન્સ અને ડ્રામાથી ભરેલી આ સિરીઝ દર્શકોને અંત સુધી બાંધી રાખે છે.

LIFE: આ દક્ષિણ કોરિયાનો મેડિકલ ડ્રામા સીરિઝ છે, જેમાં એક જ ડૉક્ટર અને હોસ્પિટલના સીઈઓ વચ્ચે અત્યંત શક્તિશાળી વ્યાવસાયિક અને માનસિક ટકરાવના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. હૃદયસ્પર્શી કિસ્સાઓ, હોસ્પિટલની અંદર ભીડ, રાજનીતિ અને મેડિકલ પ્રક્રિયાઓ વચ્ચેનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. ડૉક્ટર અને સીઈઓ બંને પોત-પોતાના સિદ્ધાંતો માટે લડતા જોવા મળે છે અને અંતે દર્દીઓની સેવા અને માનવ મૂલ્યો વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ સિરીઝના કૂલ 16 એપિસોડ છે જે આરટેલ / Netflix પર ઉપલબ્ધ છે.

Dr. Prisoner : આ સિરીઝમાં એક પ્રતિભાશાળી ડૉક્ટરની વાર્તા છે, જેના જીવનમાં પડકારો આવે છે જ્યારે તેની કારકિર્દીને ધક્કો લાગે છે. જ્યાંથી શરૂ થાય છે કહાની- તે એક જેલમાં ડોક્ટર તરીકે કામ શરૂ કરે છે. અહીં તે તેમના વિરૂધ્ધ અત્યાચારી અને શક્તિશાળી લોકો સામે ન્યાય મેળવવાની કોશિશ કરે છે, અને સરકારી/કાયદાકીય સિસ્ટમ અને ભ્રષ્ટાચાર સામેની હાઈ વોલ્ટેજ ગેમ જોવા મળે છે. 16 એપિસોડની આ સીરિઝ MX Player જેવા પ્લેટફોર્મ પર ફ્રીમાં હિન્દી ડબ્ડ અને વર્ઝનમાં જોઈ શકાશે.

Hyde, Jekyll, Me : રોમાન્સ/ફેન્ટસી ડ્રામા આ કોરિયન ડી-ડ્રામા સીરિઝ અમેરિકન વાર્તા ડૉ. જેકિલ અને મિસ્ટર હાઇડ થી પ્રેરણા લઈને હ્યુમેન અને ડાર્ક પર્સનલિટીઓ વચ્ચેના ટકરાવનું રોમાન્ટિક વર્ઝન છે. મુખ્ય પાત્ર પાસે બે અલગ-અલગ વ્યક્તિત્વો છે અને તે એક સર્કસ ને બચાવવા માટે રિંગમાસ્ટર સાથે સંઘર્ષ કરે છે. પ્રેમ, હાસ્ય અને ડાર્ક પાસાઓ વચ્ચેની રોમાંચક અને ગૂંચવણભરી વાર્તા છે.એક સીઝનમાં 20 એપિસોડ્સ છે. આ સીરિઝ Netflix અને અન્ય સ્ટ્રીમિંગ એપ્સ પર ઉપલબ્ધ છે. જે પેઈડ છે.

Numbers એક અનોખી કોરિયન ક્રાઈમ ડ્રામા સિરીઝ છે, જેમાં એક FBI એજન્ટ અને તેનો ભાઈ, જે એક ગણિતનો જિનિયસ પ્રોફેસર છે. બંને મળીને જટિલ ગુનાઓ ઉકેલે છે. આ સિરીઝમાં આંકડાશાસ્ત્ર, ગણિતીય સૂત્રો અને સ્ટેટિસ્ટિકલ મોડેલિંગનો ઉપયોગ કરીને ગુનાઓ કેવી રીતે સોલ્વ કરી શકાય તે રસપ્રદ રીતે બતાવવામાં આવ્યું છે. દરેક એપિસોડમાં પુરાવા આધારિત તપાસ અને માનસિક વિશ્લેષણ દ્વારા સસ્પેન્સ સર્જવામાં આવે છે, જે દર્શકોને અંત સુધી બાંધી રાખે છે. આ વેબસિરીઝની કૂલ 6 સિઝન છે અને 118 એપિસોડસ છે.
