AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંક લોકરની ચાવી ખોવાઈ જાય તો શું કરવું? આખરે કેવી રીતે ખુલશે ‘લોકર’ અને શું છે તેની સાચી પદ્ધતિ?

હાલની તારીખમાં, ઘરમાં કિંમતી ઘરેણાં કે જરૂરી દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે બેંક લોકર એક ઉત્તમ વિકલ્પ છે. મોટાભાગના લોકો આ સુવિધાનો લાભ લેતા જ હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જો આ લોકરની ચાવી તમારાથી ખોવાઈ જાય, તો પછી શું થશે?

| Updated on: Feb 01, 2026 | 5:58 PM
Share
મોટાભાગના લોકો કિંમતી ઘરેણાં કે જરૂરી દસ્તાવેજોને સુરક્ષિત રાખવા માટે બેંક લોકરનો ઉપયોગ કરે છે. એવામાં કેટલીક વાર સવાલ એ ઊભો થાય છે કે, જો આ લોકરની ચાવી તમારાથી ખોવાઈ જાય, તો આગળ શું થશે? આવી સ્થિતિ કોઈ પણ વ્યક્તિ માટે તણાવ અને ગભરાટનું કારણ બની શકે છે.

1 / 6
જણાવી દઈએ કે, આવી સ્થિતિમાં ચાવી ખોવાઈ જવાથી લોકરમાં રાખેલી વસ્તુઓની સુરક્ષા પર કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. જો તમારાથી બેંક લોકરની ચાવી ખોવાઈ જાય, તો તમારે સૌથી પહેલા બેંકને જાણ કરવી પડશે. આ માટે તમારે લેખિત ફરિયાદ આપવી પડશે. લેખિત ફરિયાદમાં લોકર નંબર, શાખાનું નામ અને બીજી જરૂરી વિગતો આપવાની રહેશે.

2 / 6
આ સાથે તમારે એક FIR પણ નોંધાવવી પડશે, જેની નકલ બેંકમાં જમા કરાવવી પડશે અથવા લેખિત ફરિયાદ સાથે જોડવી પડશે. આ ઉપરાંત, બેંક તમારી પાસેથી અન્ડરટેકિંગ (બાંહેધરી પત્ર) પણ માંગી શકે છે. આ સાથે જ તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ બેંક તેની સત્તાવાર કાર્યવાહી શરૂ કરશે.

3 / 6
બેંક લોકરની સંપૂર્ણ પ્રક્રિયા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જાણકારી માટે જણાવી દઈએ કે, લોકરની 2 ચાવીઓ હોય છે, જેમાં એક ચાવી ગ્રાહક પાસે હોય છે અને બીજી ચાવી બેંક પાસે હોય છે. વધુમાં, આ ચાવીની કોઈ ડુપ્લિકેટ ચાવી હોતી નથી. ખાસ વાત એ છે કે, 'બેંક લોકર' ત્યારે જ ખુલે છે જ્યારે બંને ચાવીઓનો એકસાથે ઉપયોગ કરવામાં આવે. આ જ કારણસર ગ્રાહકની ચાવી ખોવાઈ જવા પર લોકર સામાન્ય રીતે ખોલી શકાતું નથી. હવે સવાલ એ થાય છે કે, આ સંજોગોમાં લોકર કેવી રીતે ખુલશે?

4 / 6
કસ્ટમરની ચાવી ખોવાઈ જવાના કિસ્સામાં લોકર ખોલવાનો એકમાત્ર રસ્તો લોકરને તોડવાનો છે. આ કામ બેંક અથવા અધિકૃત ટેકનિશિયન દ્વારા કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં લોકર ભાડે રાખનાર વ્યક્તિની ઓળખ (Identity) ચકાસવામાં આવે છે અને તે સમયે ત્યાં ગ્રાહકની હાજરી હોવી પણ અત્યંત જરૂરી છે.

5 / 6
લોકર તોડવાનો ખર્ચ બેંક ઉઠાવતી નથી. આ ખર્ચ સંપૂર્ણપણે ગ્રાહકે ભોગવવો પડે છે. ખર્ચની જાણકારી બેંક અગાઉથી જ ગ્રાહકને આપી દે છે. એમ પણ કહી શકાય કે, લોકર તોડવાથી લઈને નવું લોકર લેવા સુધીનો તમામ ખર્ચ ગ્રાહકે પોતે ઉઠાવવો પડે છે. આ ખર્ચ લોકરના કદ (સાઈઝ) અને અલગ-અલગ બેંક પર આધાર રાખે છે.

6 / 6

આ પણ વાંચો: Bank Locker: બેંક લોકરમાં શું રાખી શકાય અને શું ન રાખી શકાય? જાણો અહીં

એલર્ટ ! ફીડબેક ફોર્મ ભરાવી ફસાવવાનો નવો પેંતરો

હડદડ હિંસાનો પડઘો: AAPમાંથી રાજૂ કરપડા આઉટ, AAPને ફટકો!

સંગઠન સામે સ્વાભિમાન ભારે: નવસારી ભાજપમાં સંગઠન જાહેર થયા બાદ ભડકો

પાવાગઢમાં શરમજનક ઘટના! મંદિરના રસ્તે યુવતીની છેડતી કેમેરામાં કેદ

અમેરિકા મોકલવાના બહાને 65 લાખ પડાવ્યા અને કિડની વેચવાની ધમકી આપી- વાચો

Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે

અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ

કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો

કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે

જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન

g clip-path="url(#clip0_868_265)">